Not Set/ બાહુબલીએ એવું શું માંગી લીધું કે ભાગી ગયો કરણ જોહર

પ્રભાસની બાહુબલી સિરીઝના હિન્દી વર્ઝનને પ્રેઝેન્ટ કરનાર કરણ જોહરે પ્રભાસને બોલીવુડમાં લોન્ચ કરવાથી હાથ પાછો ખેંચી લીધો છે. વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોને લોન્ચ કરનાર કરણ જોહરનો પ્રભાસ માટેનો ઈરાદો બોલીવુડમાં મોટો ચાન્સ આપવાનો હતો. પરંતુ પ્રભાસની ફી સાંભળીને હવે તેણે તેને બોલિવૂડમાં લોન્ચ કરવાના હેતુને બદલી નાખ્યો છે. તાજેતરમાં જ […]

Entertainment
news27.10.17 7 બાહુબલીએ એવું શું માંગી લીધું કે ભાગી ગયો કરણ જોહર

પ્રભાસની બાહુબલી સિરીઝના હિન્દી વર્ઝનને પ્રેઝેન્ટ કરનાર કરણ જોહરે પ્રભાસને બોલીવુડમાં લોન્ચ કરવાથી હાથ પાછો ખેંચી લીધો છે. વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારોને લોન્ચ કરનાર કરણ જોહરનો પ્રભાસ માટેનો ઈરાદો બોલીવુડમાં મોટો ચાન્સ આપવાનો હતો. પરંતુ પ્રભાસની ફી સાંભળીને હવે તેણે તેને બોલિવૂડમાં લોન્ચ કરવાના હેતુને બદલી નાખ્યો છે. તાજેતરમાં જ કરાયેલા ટ્વીટ પરથી આ વાત નો ઈશારો મળી આવે છે. જેમાં તેઓ કહે છે “ડીયર એમ્બિશયસ…અગર તને પોતાની પુરી ક્ષમતાનો ઉપયોગ કરવો છે તો પછી તારે પોતાના વાસ્તવિક રૂપથી દૂર રેહવું પડશે… કમ્પેરીઝનથી(તુલના) થી દૂર રેહવું પડશે.

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ વિશે વાત કરતા કહેવામાં આવ્યું છે કે તેણે બૉલીવુડમાં લોન્ચ કરવા બદલ મોટી રકમની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રભાસએ 20 કરોડ રૂપિયાની માંગ કરી હતી. એવું કહેવાય છે કે આ ફી કરન જોહરના ગળે ન ઉતરી કારણ કે તે એક સુપર સ્ટાર માટે ખુબ મોટી રકમ કહેવાય છે.