Not Set/ સરહદી વિસ્તાર કચ્છનું આ ગામ બન્યું કોરોના મુક્ત

મારૂં ગામ કોરોના મુકત ગામ” અભિયાન હેઠળ પોતાના ગામને કોરોના મહામારીથી મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભુજ નજીક આવેલું કુનરીયા ગામ “કોરોના મુક્ત ગામ” બન્યું છે.

Gujarat Others
birds 8 8 સરહદી વિસ્તાર કચ્છનું આ ગામ બન્યું કોરોના મુક્ત

કોરોનાની બીજી લહેરનો વ્યાપ ગામડાઓમાં સતત વધ્યો હતો. જોકે ગ્રામ પંચાયતની કોઠાસૂઝ અને ગ્રામજનોની તકેદારીના પરિણામે આપણે સૌ કોરોના મહામારીની બીજી લહેરમાંથી બહાર આવ્યા છે.  ત્યારે ભુજ નજીક આવેલું કુનરીયા ગામ “કોરોના મુક્ત ગામ” બન્યું છે.

મારૂં ગામ કોરોના મુકત ગામ” અભિયાન હેઠળ પોતાના ગામને કોરોના મહામારીથી મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ભુજ નજીક આવેલું કુનરીયા ગામ “કોરોના મુક્ત ગામ” બન્યું છે. કોરોનાની બીજી લહેર આવી ત્યારે ગામમાં 13 જેટલા કેસ આવી ગયા હતા. પરંતુ ગ્રામજનો, આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયતના સયુંકત ઉપક્રમે સંક્રમણ ફેલાતું અટકાવ્યું. ખાસ કરીને સરકારની ગાઈડલાઈનું દરેક વ્યક્તિએ સખ્તપણે પાલન કર્યું.

” મારૂં ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ ભુજ તાલુકાના કુનરીયા ગામે ધણા પ્રયાસો કર્યા હતા. કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્રારા કોવિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવીઆ વ્યૂહ રચના અંતર્ગત તમામ ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કોવિડ સંબંધિત લક્ષણો જણાય એવા તમામ લોકોને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં એક નોડેલ ઓફિસરની નિમણુક કરવામાં આવી હતી.

આંશિક લોકડાઉન દરમિયાન સવારે 8 થી 10 અને સાંજે 5 થી 8 દરમિયાન જીવન જરૂરી ચીજ વસ્તુ સિવાય લોકોને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ ગામમાં હવે રસીકરણનું પણ અભિયાન ચલાવવામાં આવ્યું છે.  જેથી કરીને ગામમાં ત્રીજી લહેર આવે તો ગામના લોકો તેની સામે લડી શકે.