Not Set/ કચ્છ: ખંડણી માટે કાપડનાં વેપારી પર હુમલા બાદ કર્યું અપહરણ, તપાસ ચાલુ

કચ્છ, કચ્છનાં આદિપુરમાં કાપડનાં દિપક ખાટવાણી નામનાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. ત્રણ બુકનીધારીઓએ વેપારીનાં કારમાં તોડફોડ કરી હતી. વેપારી માતા સાથે કારમાં જઇ રહ્યાં હતાં ત્યારે વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે, રૂપિયાના કારણે દિપક ખાટવાણીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. આ બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાતા જેનું […]

Top Stories Gujarat Others
djgsjhgakjhgakjh કચ્છ: ખંડણી માટે કાપડનાં વેપારી પર હુમલા બાદ કર્યું અપહરણ, તપાસ ચાલુ

કચ્છ,

કચ્છનાં આદિપુરમાં કાપડનાં દિપક ખાટવાણી નામનાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતુ. ત્રણ બુકનીધારીઓએ વેપારીનાં કારમાં તોડફોડ કરી હતી. વેપારી માતા સાથે કારમાં જઇ રહ્યાં હતાં ત્યારે વેપારીનું અપહરણ કરવામાં આવ્યુ હતું.

ઉલ્લેખનિય છે કે, રૂપિયાના કારણે દિપક ખાટવાણીનું અપહરણ કરવામાં આવ્યુ હતું. આ બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાતા જેનું અપહરણ કરાયું હતું તે વેપારી ભદ્રેશ્વર વિસ્તાર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસને મળી આવ્યો હતો. ઘાયલ વેપારીને પોલીસે 108 મારફતે ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. રૂપિયાની લેતી દેતી બાબતે દિપક ખાટવાણીનું અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું.

આદિપુરનાં કાપડનાં વેપારી દિપક ખાટવાણીનું ત્રણ બુકાનીધારી શખ્સોએ અપહરણ કરી માર મારી ભદ્રેશ્વર વિસ્તાર નજીક ફેંકી દીધો હોવાનો બનાવ બનતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. વેપારી તેની માતા સાથે જઈ રહ્યો હતો ત્યારે એકાએક ત્રાટકેલાં ત્રણ શખ્સોએ તેની કારમાં તોડફોડ કરી તેનું અપહરણ કર્યું હતું. જો કે, તેની માતાએ તુરંત જ આદિપુર પોલીસને જાણ કરતાં પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

બનાવ અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનાં પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાતા જેનું અપહરણ કરાયું હતું તે વેપારી ભદ્રેશ્વર વિસ્તાર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં પોલીસને મળી આવ્યો છે. ઘાયલ વેપારીને પોલીસે 108 મારફતે ગાંધીધામ ની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો છે.રૂપિયાની લેતી દેતી બાબતે દિપક ખાટવાનીનું અપહરણ કરાયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે. પૂર્વ ક્ચ્છ એલસીબી અને આદિપુર પોલીસે અપહરણકારોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.