Not Set/ કચ્છ: લાંચિયો તબીબ, મેડિકલ સર્ટીફેકેટ માટે ઉઘરાવે છે રૂ 200, વિડીયો થયો વાઇરલ

દવાખાનાનાં નામે લાંચિયો તબીબ દુકાન ખોલીને બેઠો છે. આ લાંચિયો તબીબ કચ્છનાં અબડાસા તાલુકાનાં ડુમરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે. મેડિકલ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવા બદલ તે અરજદારો પાસેથી રૂપિયા 200-200ની ઉઘરાણી કરી રહ્યો છે. જુઓ આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રમાણ પત્રની જરૂર હોવાથી દર્દીઓ ડુમરાના સરકારી […]

Top Stories Gujarat Others Videos
corrupt dr1 કચ્છ: લાંચિયો તબીબ, મેડિકલ સર્ટીફેકેટ માટે ઉઘરાવે છે રૂ 200, વિડીયો થયો વાઇરલ

દવાખાનાનાં નામે લાંચિયો તબીબ દુકાન ખોલીને બેઠો છે. આ લાંચિયો તબીબ કચ્છનાં અબડાસા તાલુકાનાં ડુમરા ગામનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો છે. મેડિકલ સર્ટિફિકેટ ઈસ્યૂ કરવા બદલ તે અરજદારો પાસેથી રૂપિયા 200-200ની ઉઘરાણી કરી રહ્યો છે. જુઓ આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પ્રમાણ પત્રની જરૂર હોવાથી દર્દીઓ ડુમરાના સરકારી દવાખાનામાં જાય છે. અને આ દર્દીઓ પાસેથી લાંચિયો તબીબ પૈસાની ઉઘરાણી કરે છે. અભણ અને ભોળા ગ્રામજનોને મૂર્ખ બનાવવાની જાણે આ તબીબે દુકાન ખોલી છે. એટલું જ નહીં ભુજથી આવતી દવાઓનો જથ્થો પણ તબીબ પોતાના ઘરમાં સંઘરી રાખે છે.

corrupt dr2 કચ્છ: લાંચિયો તબીબ, મેડિકલ સર્ટીફેકેટ માટે ઉઘરાવે છે રૂ 200, વિડીયો થયો વાઇરલ

સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ઉમરના પ્રમાણપત્રની જરૂર હોઈ પ્રમાણપત્ર મેળવવા દર્દીઓ ડુમરાના સરકારી દવાખાને જાય છે પરંતુ ફરજ પરના સરકારી તબીબ સર્ટીફિકેટ બદલ બસ્સો રૂપિયાની માંગણી કરતા હોવાનો વિડિઓ વાયરલ થયો છે. સૂત્રો નાં જણાવ્યા પ્રમાણે , આ ડૉક્ટરે છેલ્લાં ઘણાં સમયથી અહીં દવાખાનાના નામે દુકાન જ ખોલી દીધી છે. ગામડાનાં અભણ અને ભોળાં લોકો પાસેથી મનફાવે તે રીતે પૈસા ઉઘરાવે છે તો ભુજથી આવતી દવાઓનો જથ્થો પણ તેના ઘરમાં સંઘરી રાખે છે. જો કે, તબીબે એવો ખુલાસો આપ્યો કે લોકો મને ખુશ થઈને નાણાં આપે છે..આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓને રજુઆત કરાઈ છે

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.