Not Set/ કચ્છ:ભારે વરસાદથી હાજીપીર બન્યું  બેટ, 319 શ્રમિકોનું રેસ્ક્યુ

કચ્છમાં આ વખતે મેઘરાજા મહેરબાન બન્યા છે. બારે મેઘ ખાંગાની પરિસ્થિતિ છે, જ્યાં જુવો ત્યાં વરસાદી પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે.  રણ પ્રદેશ કચ્છ બેટ માં પરિણમ્યો છે.  બે દિવસ અગાઉ સામ્ખાયાળીનું તળાવ ફાટતા NDRFની ટીમો રેસ્ક્યુંના કામ માટે લાગી ગયી હતી. તો હવે હજુપીર બેટ માં  ફેરવાયું છે. હાજીપીરનાં રણ વચ્ચે આવેલી […]

Top Stories Gujarat Others
1 કચ્છ:ભારે વરસાદથી હાજીપીર બન્યું  બેટ, 319 શ્રમિકોનું રેસ્ક્યુ

કચ્છમાં આ વખતે મેઘરાજા મહેરબાન બન્યા છે. બારે મેઘ ખાંગાની પરિસ્થિતિ છે, જ્યાં જુવો ત્યાં વરસાદી પાણી જ પાણી નજરે ચઢી રહ્યું છે.  રણ પ્રદેશ કચ્છ બેટ માં પરિણમ્યો છે.  બે દિવસ અગાઉ સામ્ખાયાળીનું તળાવ ફાટતા NDRFની ટીમો રેસ્ક્યુંના કામ માટે લાગી ગયી હતી. તો હવે હજુપીર બેટ માં  ફેરવાયું છે.

3 કચ્છ:ભારે વરસાદથી હાજીપીર બન્યું  બેટ, 319 શ્રમિકોનું રેસ્ક્યુ

હાજીપીરનાં રણ વચ્ચે આવેલી એક કંપનીમાં 319  મજૂરો પાણીની વચ્ચે ફસાયા છે. અને ચારેબાજુ વરસાદી પાણી ભરાઈ ગયું છે. ક્યાય થી કોઈ નો સમ્પર્ક થઇ શકે તેવી પરિસ્થિતિ નથી. આવી વિકટ પરિસ્થિતિની વચ્ચે બેટમાં ફેરવાયેલા હાજીપીરના શ્રમજીવી મજદૂર પરિવારની વહારે  એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

2 કચ્છ:ભારે વરસાદથી હાજીપીર બન્યું  બેટ, 319 શ્રમિકોનું રેસ્ક્યુ

કચ્છ એસપી સૌરભ તોલંબિયા સ્થળ ઉપર પહોંચી અને સ્થિતિની ગંભીરતા જોઈ તરત જ રાજ્ય સરકારને અને જીલ્લા કલેકટરને  જાણ કરે છે, અને તાત્કાલિક  યુધ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવે છે.  જામનગર એરફોર્સથી ખાસ હેલિકોપ્ટર બોલાવી, NDRF ની ટીમ તેનાત કરવામાં આવે છે, ૩૦૦ શ્રમજીવી મજુરોમાંથી 100થી વધારે મજુરોને હેલિકોપ્ટર દ્વારા અને બાકીનાને બોટ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

5 કચ્છ:ભારે વરસાદથી હાજીપીર બન્યું  બેટ, 319 શ્રમિકોનું રેસ્ક્યુ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.