Not Set/ કચ્છ/ KDCC બેન્ક કૌભાંડ મામલે CID ની કાર્યવાહી તેજ, તપાસનો ધમધમાટ શરુ

કેડીસીસી બેન્ક કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમ, કેડીસીસી બેન્ક કૌભાંડ એકટીવ થઇ ગઇ છે. ગુજરાત સી.આઈ.ડી ક્રાઇમના ડીઆઈજી સહિતના અધિકારીઓએ  કચ્છમાં ધામા નાખ્યા છે. એ આ કેસ સાથે સંકળાયેલા એક પછી એક લોકોની સીઆઇડી દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જી હા, ક્ચ્છનાં ચકચારી કેડીસીસી બેન્ક કૌભાંડા કેસ મામલે […]

Gujarat Others
kdcc bank કચ્છ/ KDCC બેન્ક કૌભાંડ મામલે CID ની કાર્યવાહી તેજ, તપાસનો ધમધમાટ શરુ

કેડીસીસી બેન્ક કૌભાંડમાં તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ગુજરાત સીઆઇડી ક્રાઇમ, કેડીસીસી બેન્ક કૌભાંડ એકટીવ થઇ ગઇ છે. ગુજરાત સી.આઈ.ડી ક્રાઇમના ડીઆઈજી સહિતના અધિકારીઓએ  કચ્છમાં ધામા નાખ્યા છે. એ આ કેસ સાથે સંકળાયેલા એક પછી એક લોકોની સીઆઇડી દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.

જી હા, ક્ચ્છનાં ચકચારી કેડીસીસી બેન્ક કૌભાંડા કેસ મામલે સીઆઇડી ક્રાઇમે કેસ સાથે સંકળાયેલા 12 કરતા પણ વધુ લોકોની પૂછપરછ કરી છે, તો તપાસનીશ અધિકારીઓ વધુ લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઇએ કે, 26 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, તો 15 જેટલી સહકારી મંડળીઓ પણ તપાસનાં સાણસામાં છે.

આપને જણાવી દઇએ કે, કચ્છ ભાજપનાં નેતા જ્યંતિ ભીનુશાળી મર્ડર કેસ દરમિયાન પોલીસને કેડીસીસી બેન્ક કૌભાંડની ગંઘ આવી ગઇ હતી. 100 કરોડ કરતા પણ મોટા આ કૌભાંડ મામલે જ જ્યંતિ ભાનુશાળી અને જ્યંતિ ઠક્કર વચ્ચે ખટરાગ જન્મયો હોવાનું માનવામાં આવે છે. કેડીસીસી બેન્ક કૌભાંડમાં મૃતકોનાં નામે લોન લેવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી.

જુઓ મંતવ્ય ન્યૂઝનો આ અહેવાલ……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.