Not Set/ Video:કચ્છની ખુમારી અને કચ્છી માડુની કર્તવ્યનિષ્ઠા અને રણોત્સવને માણ્યા બાદ પ્રવાસીઓ પોતે જ કહી રહ્યા છે કે ‘કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા’

કચ્છ, કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે  એક નવેમ્બરથી શરુ કરાયેલા રણોત્સવમાં અત્યાર સુધીમાં લાખો સહેલાણીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચનની કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા જાહેરાતથી આકર્ષાઈને પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે ક્ચ્છએ દુષ્કાળગ્રસ્ત હોવા છતાં રણોત્સવ નિહાળવા આવતા પ્રવાસીઓ કચ્છની ખુમારી જોઈને તેની […]

Top Stories Gujarat Others Videos
mantavya 148 Video:કચ્છની ખુમારી અને કચ્છી માડુની કર્તવ્યનિષ્ઠા અને રણોત્સવને માણ્યા બાદ પ્રવાસીઓ પોતે જ કહી રહ્યા છે કે 'કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા'

કચ્છ,

કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે  એક નવેમ્બરથી શરુ કરાયેલા રણોત્સવમાં અત્યાર સુધીમાં લાખો સહેલાણીઓએ મુલાકાત લીધી છે.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચનની કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા જાહેરાતથી આકર્ષાઈને પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે ક્ચ્છએ દુષ્કાળગ્રસ્ત હોવા છતાં રણોત્સવ નિહાળવા આવતા પ્રવાસીઓ કચ્છની ખુમારી જોઈને તેની પર આફરીન થાય છે.રણોત્સવમાં મહેમાનોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાય છે.

કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા

કચ્છના ધોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે .એક નવેમ્બરથી શરુ કરાયેલા રણોત્સવમાં અત્યારસુધીમાં લાખો સહેલાણીઓએ મુલાકાત લીધી છે.ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મહાનાયક અમિતાભ બચ્ચનની કચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા જાહેરાતથી આકર્ષાઈને પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે

કચ્છમાં પગ મુકતાની સાથે જ પ્રવાસીઓને અલગ જ વાતાવરણનો અહેસાસ

.કચ્છમાં પગ મુકતાની સાથે જ પ્રવાસીઓને અલગ જ વાતાવરણનો અહેસાસ થાય છે.ચાલુ વર્ષે ક્ચ્છ એ દુષ્કાળગ્રસ્ત હોવા છતાં રણોત્સવ નિહાળવા આવતા પ્રવાસીઓ કચ્છની ખુમારી જોઈને તેની પર આફરીન થાય છે.રણોત્સવમાં મહેમાનોનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાય છે ઉપરાંત પ્રવાસીઓને કચ્છના વાઈટ રણની માહિતી આપવામાં આવે છે.રણોત્સવમાં ટેન્ટસીટી , ડાઇનિંગ હોલ ઉભા કરવામાં આવે છે સાથે કચ્છનું ભાતીગળ સંગીત લોકોનું મન મોહી લે છે.

400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે.

કચ્છના રણમાં ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવી હોય તેવો કુદરતી નજરો નિહાળવા માટે  પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે.આ વખતે રણોત્સવમાં 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં એસી, નોન એસી ટેન્ટ સાથે દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરી રહ્યા છે.

દરવર્ષે લાખો સહેલાણીઓની સફેદરણ માં મુલાકાતને પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજય સરકારને કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. રણોત્સવ કચ્છ તેમજ ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે. રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની હસ્તકલા ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

કલબ હાઉસ, આર્ટ ગેલેરી, મનોરંજન, એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ

અહીં કલબ હાઉસ, આર્ટ ગેલેરી, મનોરંજન, એડવેન્ચર સ્પોર્ટ્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. વિદેશી સહેલાણીઓ રણોત્સવને માણીને કચ્છી સંસ્કૃતિના રંગે રંગાવાનું પસંદ કરી રહ્યા છે.જ્યારે રણોત્સવની શરૂઆત થઈ ત્યારે માત્ર ત્રણ દિવસનો રણોત્સવ હતો આ દિવસ વધતા વધતા આજે 112 દિવસનો રણોત્સવ યોજાય છે.

કચ્છની ખુમારી અને કચ્છી માડુની કર્તવ્યનિષ્ઠા અને કચ્છના પ્રવાસન સ્થળો નિહાળી અને રણોત્સવને માણ્યા બાદ પ્રવાસીઓ પોતે જ કહી રહ્યા છે કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા.