Forest/ ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

Gujarat Others Trending
miyavaki ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

કચ્છના ભુજ તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60000 વૃક્ષો વાવીને મિયાવાકી વન તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરાંત બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ગામમાં દીકરીઓને કરાટે તાલીમ અપાય છે તેમજ શેરીઓના નામ દીકરીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે

strome 1 16 ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકર દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને 60000 વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરાયું હતું. કુકમા ગામ ના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરીને જુદા જુદા નામો આપવામાં આવ્યા હતા. જેમાંનો એક પૈકી મિયાવાકી વન કે જેનું નામ જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ વનમાં બે થી ત્રણ ફૂટના અંતરે ખૂબ ગીચતામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કુકમા ના મતિયા દેવ મંદિરના પ્રાંગણમાં મિયાવાકી વન વસાવવામાં આવ્યું છે. આ મિયાવાકી વનમાં 15 જાતના વૃક્ષો મળીને કુલ 7100 વૃક્ષો વાવવામાં આવ્યા છે કાશીદ, સોનાલી, સરું, સેમલ, ગુલમહોર ,કરંજ ,મીઠી આંબલી, પે, બરસાતી, પીપળો, સેતુર, ખાટી આંબલી , પિલું, લીમડો અને બદામ જેવા 15 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેને દરરોજ દસ હજાર લિટર ગટરનું પાણી શુદ્ધ કરી ને પાણી પાવવામાં આવે છે.

કકુમાં ગટરના પાણીને શુદ્ધ કરીને તૈયાર કરાયું મિયાવાકી વન, આવો વધુ જાણીએ આ વન વિષે

કુકમા ગામના મહિલા સરપંચ દ્વારા નવી હરિયાળી ક્રાંતિ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કુકમા ગામના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષોને કાયમી પાણી મળી રહે તે માટે ગટરના પાણી ને શુદ્ધ કરીને વન બનાવવામાં આવી રહ્યા છે.આ વનની દેખરેખ 45 જેટલા યુવાનો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવી રહી છે અને કુકમા ગ્રામ પંચાયત દ્વારા મનરેગા યોજના અંતર્ગત મહિલાઓને રોજગારી આપવામાં આવી રહી છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે.કુકમા ગામ માં આવેલ બોરડી ડુંગર ,બુધ ઉપવન, ગામડિયો ડુંગર, તળાવ ની પાળ, મતિયા દેવ ડુંગર ,મામા મંદિર અને સાર્વજનિક પ્લોટમાં આ રીતે વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આ વનોને જુદા જુદા સહયોગ વન, કૃષ્ણ બાગ ,મિયાવાકી વન ,બુધ ઉપવન જેવા નામો અપાયા છે કુકમા ગામ વાવવામાં આવેલ 60 હજાર જેટલા વૃક્ષોમાંથી 80 થી 85 ટકા જેટલા વૃક્ષો જીવિત છે

વૃક્ષ વાવેતર ઉપરાંત અન્ય પ્રશંસનીય કામગીરીઓ પણ કરવામાં આવી છે જેમાં ગામની દીકરીઓને કરાટે તાલીમ આપવામાં આવે છે ત્રણ દિવસ સુધી પંચાયત દ્વારા દીકરીઓને તાલીમ અપાય છે ઉપરાંત પરિવહન ખર્ચો પણ ઉપાડવામાં આવે છે જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે ખાસ વાત એ છે કે ગામની શેરીઓના નામ દીકરીઓના નામ પરથી રાખવામાં આવ્યા છે ગામની દિકરીઓના નામ પરથી શેરીનું નામ હોય તેવું આ પ્રથમ ગામ છે ગ્રામ પંચાયતની સેવા અને કામગીરી શહેરોને ટક્કર મારે એવી છે.

મિયાવાકી એ એક તકનીક છે જે જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા પ્રેરિત છે. મિયાવાકી વનીકરણ પદ્ધતિ એ શહેરી વન બનાવવાની એક અનોખી રીત છે અને તેની શરૂઆત જાપાની વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા કરવામાં આવી હતી. મિયાવાકી તકનીકમાં, છોડની વિવિધ મૂળ પ્રજાતિઓ એકબીજાની નજીક વાવેતર કરવામાં આવે છે.  જેથી ગ્રીન્સ ફક્ત ઉપરથી સૂર્યપ્રકાશ મેળવે અને બાજુની બાજુથી ઉપરની તરફ વધે .