Not Set/ હૃદયદ્રાવક ઘટના: માતાએ બે પુત્રોને ખોળામાં બેસાડી કર્યું અગ્નિસ્નાન, માતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે

કચ્છ, કચ્છના નખત્રાણામાં કોટડા રોહામાં કરૂણ ઘટના બની છે. જેમાં રોહામાં એક માતાએ પોતાના પુત્રોને ખોળામાં બેસાડી અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે. ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નિપજ્યા છે અને હાલમાં માતાની હાલત ગંભીર જોવા મળી રહી છે. ઘટના બનતા માતા પુત્રોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થળ પરના […]

Top Stories Gujarat Others
mantavya 151 હૃદયદ્રાવક ઘટના: માતાએ બે પુત્રોને ખોળામાં બેસાડી કર્યું અગ્નિસ્નાન, માતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે

કચ્છ,

કચ્છના નખત્રાણામાં કોટડા રોહામાં કરૂણ ઘટના બની છે. જેમાં રોહામાં એક માતાએ પોતાના પુત્રોને ખોળામાં બેસાડી અગ્નિસ્નાન કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જવા પામી છે.

ઘટનામાં બંને પુત્રોના કરુણ મોત નિપજ્યા છે અને હાલમાં માતાની હાલત ગંભીર જોવા મળી રહી છે. ઘટના બનતા માતા પુત્રોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્થળ પરના ડોકટરે પુત્રોને મૃત જાહેર કર્યા હતો તો બીજી બાજુ માતા પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે ક્ષણિક આવેશમાં આવી જઈ માતાએ પગલુ ભર્યું હોવાનું અનુમાન પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.