passport/ ગુજરાતમાં વિદેશગમનનો વધતો ક્રેઝ, 2023માં 10 લાખથી વધુ પાસપોર્ટ જારી થયા

ગુજરાતીઓમાં વિદેશગમનના (Foreign) ક્રેઝમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશમાં વસવાટની સાથે, વિદેશમાં શિક્ષણ અને વિદેશમાં ફરવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેના પગલે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 35.13 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 02 20T121257.875 ગુજરાતમાં વિદેશગમનનો વધતો ક્રેઝ, 2023માં 10 લાખથી વધુ પાસપોર્ટ જારી થયા

અમદાવાદઃ ગુજરાતીઓમાં વિદેશગમનના (Foreign) ક્રેઝમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશમાં વસવાટની સાથે, વિદેશમાં શિક્ષણ અને વિદેશમાં ફરવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેના પગલે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી 35.13 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા છે. તેની સામે 2023માં 10.21 લાખ પાસપોર્ટ જારી થયા હતા.

ગુજરાતીઓમાં છેલ્લા દાયકામાં વિદેશમાં ફરવાના અને સ્થાયી થવાના ક્રેઝમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તેના લીધે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પાસપોર્ટ જારી કરવાનું વધતુ ગુજરાત દેશમાં પાસપોર્ટ જારી કરવામાં છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે.

સૌથી વધુ પાસપોર્ટ જારી કરવામાં કેરળ મોખરે છે. તેમા કુલ 15.47 લાખ લોકોને ગયા વર્ષે પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં 15.10 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા, ઉત્તરપ્રદેશમાં 13.68 લાખ પાસપોર્ટ, પંજાબમાં 11.94 લાખ પાસપોર્ટ અને તમિલનાડુમાં 11.47 લાખ પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા.

તેમા પણ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં પાસપોર્ટ જારી કરવામાં 80 ટકાનો વધારો થયો છે. તે બતાવે છે કે ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાસપોર્ટ અરજદારોમાં મોટાભાગના 30થી 35 વયના છે. આ વર્ષે સૌથી વધુ પાસપોર્ટ જારી થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત 10.21 લાખ સાથે છઠ્ઠા સ્થાને છે. આમ રાજ્યમાં ગયા વર્ષની તુલનાએ પાસપોર્ટ જારી થવામાં 20 ટકાનો વધારો દર્શાવે છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ