Not Set/ કચ્છ : બન્નીમાં સ્થળાંતરિતો માટે હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી

કચ્છમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટે બન્ની વિસ્તારમાં સ્થળાંતરિત જગ્યાએ હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરાઇ છે. 700 જેટલા બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે સિધુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારનો ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાતનો સંકલ્પ અહીં સાર્થક થયો છે..તંત્રની સરાહનીય કામગીરીથી બાળકોનું શિક્ષણકાર્ય તો પુન ધબકતું થયું છે […]

Top Stories Gujarat Others
banni 1 કચ્છ : બન્નીમાં સ્થળાંતરિતો માટે હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી

કચ્છમાં વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ માટે બન્ની વિસ્તારમાં સ્થળાંતરિત જગ્યાએ હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરાઇ છે. 700 જેટલા બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે સિધુ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારનો ભણે ગુજરાત અને આગળ વધે ગુજરાતનો સંકલ્પ અહીં સાર્થક થયો છે..તંત્રની સરાહનીય કામગીરીથી બાળકોનું શિક્ષણકાર્ય તો પુન ધબકતું થયું છે સાથે નવી રાહ પણ બેસાડી છે. સ્થળાંતરિત થયેલા બાળકોને હંગામી ટેન્ટમાં શિક્ષણ આપવાનો કચ્છમાં આ પ્રથમ પ્રયાસ છે. સ્થાનિકોએ તંત્રના આ નિર્ણયને આવકાર્યો છે, એકતરફ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં બાળકો શિક્ષણથી દુર ભાગતા હોય છે ત્યારે કચ્છનાં શિક્ષણ વિભાગે નવી પહેલ કરી વરસાદથી અસરગ્રસ્ત થયેલા બાળકોને શિક્ષણ આપવા સાથે પૂરક આહારની પણ વ્યવસ્થા કરી છે. બન્ની વાસીઓ તંત્રના આ આવકારદાયક પગલાંથી ખુશ થયા છે.

બનની 2 કચ્છ : બન્નીમાં સ્થળાંતરિતો માટે હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી

કચ્છ જીલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે બન્નીના નીચાણવાળા 10 જેટલા ગામોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં ગુગરગુઈ, છછલા, ભગાડિયા, નાના મોટા લુણા, સરાડા, શેરવો, મીઠડી, ભીટારા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

banni કચ્છ : બન્નીમાં સ્થળાંતરિતો માટે હંગામી ટેન્ટમાં સાત પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી

જેથી સ્થળાંતરીત થયેલા કુટુંબના બાળકોનું શિક્ષણ કાર્ય ખોરવાયું હતું. ત્યારે તેમનું શિક્ષણ ન બગડે તે માટે ક્ચ્છ જિલ્લા પંચાયતના ડીડીઓ પ્રભવ જોશી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા આંગણવાડી તથા પ્રાથમિક શાળાની વૈકલ્પિક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. જેમાં 7 વૈકલ્પિક પ્રાથમિક શાળામાં શિક્ષણ તથા 7 વૈકલ્પિક આંગણવાડીમાં પુરક પોષણની વ્યવસ્થા કરાઈ છે. હંગામી ટેન્ટ બનાવી 700 જેટલા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આ વ્યવસ્થા વરસાદી પાણીણો નિકાલ ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.