U19 Asia Cup/ પાકિસ્તાને ભારતને 237 રનમાં કર્યુ ઓલ આઉટ, આરાધ્યા યાદવે ફટકારી ફિફ્ટી

અંડર-19 એશિયા કપની મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીતવા માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને ભારતને 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

Top Stories Sports
IND vs PAK

અંડર-19 એશિયા કપની મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે જીતવા માટે 238 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાને ભારતને 49 ઓવરમાં 237 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી આરાધ્યા યાદવે 50 રન બનાવ્યા હતા. તેના સિવાય ઓપનર બેટ્સમેન હરનૂર સિંહે 46 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી સૈયદ ઝીશાન જામીરે સૌથી વધુ પાંચ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – IND vs SA / ટીમ ઈન્ડિયા પાસે આફ્રિકાની ધરતી પર પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ જીતવાની તક, જાણો શું હશે Playing Eleven

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે માત્ર 96 રનનાં સ્કોર પર પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી. ગત મેચનાં હીરો હરનૂર સિંહને બાદ કરતા ભારતનો ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. આ પછી કૌશલ તાંબે અને આરાધ્યા વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. કૌશલ તાંબેએ 32 રન બનાવ્યા હતા. તેમના સિવાય રાજવર્ધન હેંગરગેકરે છેલ્લી ઓવરોમાં સારી બેટિંગ કરતા 20 બોલમાં 30 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો – Cricket / એશિઝમાં ઈંગ્લેન્ડની બેક ટૂ બેક હાર બાદ ગ્લેન મેકગ્રા થયો ગુસ્સે, કહ્યુ- IPL અને BBL એ દુશ્મનોને બનાવ્યા દોસ્ત

ભારતે અંડર-19 એશિયા કપમાં જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ભારતે ગુરુવારે સંયુક્ત અરબ અમીરાત (UAE) ને 15 રનથી હરાવ્યું હતુ. પ્રથમ બેટિંગ કરતા ભારતે હરનૂરની સદી અને સુકાની યશ ધુલની અડધી સદીની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 282 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. 283 રનનાં ટાર્ગેટનો પીછો કરતા તેણે યુએઈને 34.3 ઓવરમાં 128 રનમાં આઉટ કરી દીધી હતી.

ટીમ ઈન્ડિયા Playing Eleven-

એ રઘુવંશી, હરનૂર સિંહ, એસ. રાશિદ, યશ ધૂલ (કેપ્ટન), નિશાંત સિંધુ, રાજ બાવા, કૌશલ તાંબે, આરાધ્યા યાદવ, વિકી ઓસ્તવાલ, રવિ કુમાર, રાજવર્ધન

પાકિસ્તાન Playing Eleven

એ બાંગ્લાઝાઈ, માઝ સદાકત, મોહમ્મદ શહઝાદ, એચ. ખાન, કાસિમ અકરમ (કેપ્ટન), ઈરફાન ખાન, રિઝવાન મહમૂદ, અહેમદ ખાન, અલી અસફંદ, ઝીશાન ઝમીર, ઐવાસ અલી.