Kutch-Narmada water/ કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફિટ પાણી 2025 સુધીમાં મળશે

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું એક મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોને અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે.

Gujarat
Kutch Narmada water કચ્છને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફિટ પાણી 2025 સુધીમાં મળશે
  • વધારાનું પાણી મળતા 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
  • બીજા તબક્કા હેઠળની રૂ.2,304.92 કરોડની કિંમતે બે ઉદ્દવહન પાઈપ લાઈનની કામગીરીને વહીવટી મંજૂરી
  • કચ્છ જિલ્લા માટે બે તબક્કાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ: ટૂંક સમયમાં કામો શરૂ કરાશે
  • કામગીરી પૂર્ણ થવાથી કચ્છના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોને સિંચાઈનો લાભ મળશે
  • હાલમાં નર્મદા કેનાલના પાણી દ્વારા 1.12 લાખ હેક્ટર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ
  • ચેકડેમ અને તળાવોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે
  • પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, કચ્છને નર્મદાનું વધારાનું એક મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોને અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે માટે હંમેશા પ્રાધાન્ય આપ્યું છે તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત આગળ વધારી રહ્યા છે.

ગુજરાતની જીવાદોરી સમાન બહુહેતુક નર્મદામૈયાના પૂરના વહી જતા વધારાના ત્રણ મિલિયન એકર ફિટ પાણીમાંથી એક મિલિયન એકર ફિટ સૌરાષ્ટ્રને, એક મિલિયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને એક મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કર્યો હતો. ઐતિહાસિક નિર્ણય સંદર્ભે પાણી આપવાના કામો શરૂ થવાથી હવે નર્મદાપૂરના વહી જતા વધારાના એક મિલિયન એકર ફિટ પાણીનો જથ્થો કચ્છને 2025 સુધીમાં મળતો થશે. જેની ફલશ્રુતિ રૂપે સૌરાષ્ટ્રમાં ‘‘સૌની યોજના” અને ઉત્તર ગુજરાતમાં “સુજલામ સુફલામ યોજના” અન્વયે આ પાણી પહોચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા અગ્રીમતાના ધોરણે આ કામો હાથ ધરાશે. તબક્કા-૧ ના કામો માટે ટેન્ડર  પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને કામગીરી પ્રગતિ હેઠળ છે જ્યારે તબક્કા-૨ ના કામો માટે ટે‍ન્ડર મંગાવવામાં આવ્યા  છે. જે કામો ટૂંક સમયમાં શરૂ કરાશે.

કચ્છના ખેડૂતો-પ્રજાજનોની લાંબાગાળાની લાગણી-અપેક્ષા સંતોષવાનો મુખ્યમંત્રીશ્રીએ દ્રષ્ટિવંત અભિગમ દાખવ્યો છે જેના પરિણામે જળાશયોમાં આ નર્મદાના નીર પહોચવાથી ભૂગર્ભ જળ ઊંચા આવશે. એટલુંજ નહીં,પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવી આર્થિક સમૃદ્ધિ થશે અને પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર પણ અટકશે.

તેમણે ઉમેર્યુ કે, જળ સંપત્તિ વિભાગ દ્વારા કચ્છ જિલ્લા માટે નર્મદાના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીના ઉપયોગ માટેનું સુવ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. કચ્છ જિલ્લામાં પાણીની અછતને ધ્યાને લઇ  તે સમયના રાજ્યના મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ જિલ્લામાં પાણીના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે જુન- 2006માં નર્મદાના પtરના વહી જતા વધારાના પાણીમાંથી કચ્છ જિલ્લાને એક મીલીયન એકર ફીટ પાણીની ફાળવણી કરવામાં આવી હતી. આ એક મીલીયન એકરફીટ પાણી, કચ્છમાં આવેલ નર્મદાના હયાત કેનાલ નેટવર્કમાંથી અલગ-અલગ સ્થળેથી મેળવીને પાઈપલાઈન / કેનાલ થકી વિવિધ સિંચાઈ યોજનાઓમાં પાણી પહોંચાડવાનું તબક્કાવાર આયોજન કરાયું છે જેના પરિણામે સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ થશે તેમજ ઘાસચારો, ઢોર-ઢાંખરના પીવા સારૂં વગેરે હેતુસર પાણી વિતરીત થઈ શકશે.

મંત્રી કુંવરજીભાઈએ કહ્યું હતું કે, કચ્છ જિલ્લામા આ નર્મદાના નીર પહોચે એ માટે બે તબક્કામાં કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં તબક્કા-૧માં ત્રણ અલગ-અલગ ઉદ્દવહન પાઈપલાઈન લીંકો માટે રૂ,4,369 કરોડની વહીવટી મંજૂરી જા‍ન્યુઆરી-૨૦૨૨માં આપવામાં આવી હતી જે યોજનાના બાંધકામ માટેનો ઈજારો આખરી કરી દેવાયો હતો. આ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જે હેઠળ સધર્ન લીંક અને હાઇક‍ન્ટુર સ્ટોરેજ લિંકથી અંજાર, મુંદ્રા, માંડવી અને ભુજ તાલુકાની ૨૫ સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 47 ગામના 38,824 હેક્ટર વિસ્તારને લાભ મળશે. નોર્ધન લિંકથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાની 12 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી આ તાલુકાના 22 ગામના 36,392 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. જ્યારે સારણ લીંકથી રાપર તાલુકામાં સારણ જળાશયમાં પાણી ભરવાથી રાપર તાલુકાના આઠ ગામના 29,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ કામગીરી વર્ષ 2025માં પૂર્ણ થતાં કચ્છ જિલ્લાના અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા અને રાપર મળી કુલ છ તાલુકામાં 38 સિંચાઇ યોજનાઓમાં પાણી ભરવામાં આવશે જેનાથી 77 ગામના 1,04,216 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.

 

આ પણ વાંચોઃ World Cup 2023/ વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાથી સનસનાટી, લાખોનો સામાન બળીને ખાખ

આ પણ વાંચોઃ Asian Championship 2023/ ભારતે એકતરફી હોકી મેચમાં પાકિસ્તાનને 4-0થી હરાવ્યું,સેમિફાઇનલમાં જાપાન સાથે મુકાબલો

આ પણ વાંચોઃ Cricket/ કાઉન્ટી ક્રિકેટમાં પૃથ્વી શૉની વિસ્ફોટક બેટિંગ,ODIમાં ફટકારી બેવડી સદી,153 બોલમાં 244 રન બનાવ્યા

આ પણ વાંચોઃ World Cup History/ ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ખેલાડીઓએ રમી સૌથી વધુ મેચ, જુઓ ટોપ 5ની યાદી

આ પણ વાંચોઃ ICC World Cup 2023/ ICC વર્લ્ડ કપનું બદલાયું શેડ્યૂલ, ભારત-પાકિસ્તાન મેચની નવી તારીખ જાહેર