Not Set/ વિખરાયેલા મોતીઓને એક તાંતણે બાંધી નવો જ આકાર આપતી કળા એટલે મોતીવર્ક

કચ્છની ખમીરવંતી પ્રજા કલા કારીગરી માટે મશહૂર છે કચ્છની બાંધણી, હાથ વણાટની કળા, મડઆર્ટ,રોગાન આર્ટની સાથોસાથ મોતીવર્કની કલા કારીગરી પણ ફેમસ છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે,કચ્છની મોતી વર્ક કલાની. 

Gujarat Others
panther 9 વિખરાયેલા મોતીઓને એક તાંતણે બાંધી નવો જ આકાર આપતી કળા એટલે મોતીવર્ક

@કૌશિક છાયા, કચ્છ,

કચ્છની ખમીરવંતી પ્રજા કલા કારીગરી માટે મશહૂર છે કચ્છની બાંધણી, હાથ વણાટની કળા, મડઆર્ટ,રોગાન આર્ટની સાથોસાથ મોતીવર્કની કલા કારીગરી પણ ફેમસ છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે,કચ્છની મોતી વર્ક કલાની.

વિશાળ જિલ્લો ક્ચ્છ પોતાની અલગ જ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે,કદાચ આ કારણોસર ક્ચ્છ વિશ્વમાં પ્રસિદ્ધ છે અહીંના ગામેગામ અલગ કલા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે.  કચ્છની બોલી અહીંના લોકો અને અહીંની કળા કચ્છને ગુજરાતના નકશામાં અલગ જ સ્થાન અપાવે છે ત્યારે મહિલાઓ મોતી વર્કનું કામ કરી રોજગારી મેળવી આત્મનિર્ભર બન્યા છે ઝીણા મોતીઓને દોરામાં પરોવી તેમાંથી ઘરેણાં જેવાકે બંગડી,નેકલેસ, કમરબેલ્ટ,ગૃહ શુશોભનની વસ્તુઓ તોરણ, ઝુંમર, ગિફ્ટ આર્ટિકલ, ભગવાનની મૂર્તિ, વોલપીસ બનાવવામાં આવે છે. ગ્રાહકો પણ આ મોતીવર્કને પ્રોત્સાહન આપે છે.

કલા સાથે જોડાવવું એ એક શોખ પણ હોય છે કારીગર માત્ર વસ્તુને આકાર નથી આપતો પણ તેની સાથે તેની લાગણીઓ પણ જોડાઈ જાય છે તેના કારણે વિખરાયેલા મોતીઓ જ્યારે એક તાંતણે બંધાઈ જાય ત્યારે નવું સ્વરૂપ જોવા મળે છે જેમાં પણ બેમત નથી,ક્ચ્છ કલચર નામની સંસ્થા દ્વારા મોતીવર્કને પ્રોત્સાહન આપી માર્કેટ પૂરું પાડવામાં આવે છે ક્ચ્છ ફરવા આવતા સહેલાણીઓ મોતી વર્કની વસ્તુઓ નિહાળી ખરીદી કરતા હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…