ભણે ગુજરાત?/ ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછતઃ ઈસુદાન ગઢવી

ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે કે શિક્ષકોની આટલી મોટી અછત છે. અમને સમજાતું નથી કે, ભાજપની ભ્રષ્ટ સરકાર વિકાસની વાતો કયા મોઢે કરે છે એવું ઈશુદાન ગઢવીએ કહ્યું હતું.

Top Stories Gujarat Others
ગઢવી

એજ બાજુ ભાજપ સરકાર ભણે ગુજરાતના નારાઓ સાથે શાળા પ્રવેશોત્સવ કરવા જઇ રહી છે. જ્યારે બીજી બાજુ સરકારી શાળામાં 25 હજાર શિક્ષક અને 18 હજાર વર્ગ ખંડની તંગી છે. 6400 શાળામાં રમત-ગમતનુ મેદાન નથી. મર્જરના નામે 6 હજારથી વધુ શાળાઓને કાયમી તાલુ મારી દેવામાં આવ્યુ છે. આમ આદમી પાર્ટીએ શિક્ષા મુદ્દે આંદોલન કરવાની ચીમકી આપી છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ગુજરાતની શિક્ષા વ્યવસ્થા પર પ્રહાર કર્યા હતાં. ઇસુદાને જણઆવ્યુ કે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક તરફ ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ કરવા જઈ રહી છે તો બીજી તરફ ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકોની ઘટ છે, ગુજરાત સરકાર તેને સમાપ્ત કરવા માટે કોઈપણ પગલાં ભરી રહી નથી. જો શાળાઓમાં શિક્ષકો જ નથી તો આવા કાર્યક્રમો કરવાથી શું ફાયદો થશે? ભાજપ સરકાર પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો કરીને શિક્ષકોની ઘટ છુપાવી શકશે નહિ. શાળા શરૂ થાય તે પહેલા જ સરકારે યોગ્ય સંખ્યામાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ. પહેલાથી જ રાજ્યમાં બેરોજગારોની સંખ્યા ઘણી વધારે છે તેથી જો આ બેરોજગાર યુવાનોને શિક્ષકોની નોકરી મળે તો રોજગારની સમસ્યાની સાથે સાથે શાળામાં શિક્ષકોની ઘટની સમસ્યા પણ દૂર થઈ શકે તેમ છે. ગુજરાતમાં મર્જરના નામે 6000થી વધુ શાળાઓ બંધ કરવામાં આવી છે.

ગુજરાતની 18000 શાળાઓમાં વર્ગખંડોની અછત છે, 6400 શાળાઓમાં રમતગમત માટે મેદાન પણ નથી. આ કેવી શાળા છે જ્યાં કોઈ વર્ગખંડ નથી અને મેદાન નથી. આવી સ્થિતિમાં ગુજરાતના બાળકો ક્યાં ભણશે અને કેવી રીતે રમશે? ગુજરાતમાં આ તમામ શાળાઓની હાલત એવી છે કારણ કે ત્યાં કોઈ સાંસદ કે ધારાસભ્યનો પુત્ર અભ્યાસ કરતો નથી, માત્ર ગરીબ લોકોના બાળકો જ અભ્યાસ માટે જાય છે.

માત્ર પ્રાથમિક શાળાઓમાં જ 10,000 થી વધુ શિક્ષકોની અછત છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત હોવી એ અત્યંત વિકટ પરિસ્થિતિ ની વાત છે. ગુજરાત સરકાર માટે શરમજનક બાબત છે કે શિક્ષકોની આટલી મોટી અછત છે. અમને સમજાતું નથી કે, ભાજપની ભ્રષ્ટ સરકાર વિકાસની વાતો કયા મોઢે કરે છે. ગુજરાતના શિક્ષકોની આ ઘટ ગુજરાતના બાળકો સાથે અન્યાય છે. શાળામાં શિક્ષકોની અછતને કારણે વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડે છે.

આ પણ વાંચો : ફ્રેન્ચ ગુયાનાથી ISROએ GSAT-24 લોન્ચ કર્યું,આ કંપનીને થશે મોટો ફાયદો