છોટા ઉદેપુર/ આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાં આરોગ્ય સુવિધાઓને અભાવ, મુશ્કેલી વચ્ચે જીવતી જનતા

પરંતુ બ્લડ બેંક માટે જરૂરી સાધન સામગ્રી, સ્ટાફ સહીતની માળખાકીય સુવીધા આજદિન સુધી ઉપલબ્ધ કરાઈ નથી. મેડીકલ ઈમરજન્સીના સમયે બ્લડના આવે કેટલાક આદિવાસીઓએ જીવ ગુમાવેલા છે. તો આવા કપરા સંજોગોમાં તાત્કાલીક બ્લડ બેંક શરૂ કરવા માટે ધારાસભ્યએ માંગ કરી છે

Gujarat Others Trending
corona spread 15 આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાં આરોગ્ય સુવિધાઓને અભાવ, મુશ્કેલી વચ્ચે જીવતી જનતા
  • છોટાઉદેપુર જીલ્લાની સરકારી હોસ્પિટલોમા સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ કરતા મોહનસિંહ રાઠવા
  • બ્લડ બેન્ક માટે સ્ટાફ સહીત માળખાકીય સુવિધા બાબતે ઉચ્ચ કક્ષાએ ધારાસભ્ય ની રજુઆત

આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જીલ્લા મા આરોગ્ય લક્ષી સુવિધાઓ ને લઇ પડી રહેલી મુશ્કેલી ના કારણે છોટાઉદેપુર જીલ્લા ના પીઢ અને કોંગ્રેસી ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે

છોટાઉદેપુર જિલ્લામા બોડેલીમા માત્ર એક ખાનગી સિટી સ્કેન સુવિધા છે જીલ્લાની કોઇપણ સરકારી હોસ્પિટલમાં સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ નથી તો યુદ્ધના ધોરણે છોટાઉદેપુર જીલ્લામાં સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન વ્યવસ્થા ગોઠવવા તેમજ બ્લડ બેન્ક માટે સરકારે છોટાઉદેપુરમા જગ્યા ફાળવેલી હોવા છતા બ્લડબેન્ક શરુ કરવામાં ન આવતાં અને બ્લડ બેન્ક માટે સ્ટાફ સહીત માળખાકીય સુવિધા બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત છોટાઉદેપુરના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કરી છે આ અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને જીલ્લા કલેક્ટરને પત્ર લખી ઉપરોક્ત બાબતે માંગ કરી છે

corona spread 13 આદિવાસી બાહુલ્ય ધરાવતા જીલ્લામાં આરોગ્ય સુવિધાઓને અભાવ, મુશ્કેલી વચ્ચે જીવતી જનતા

લખેલ પત્રમા ધારાસભ્યએ જણાવ્યું હતુ કે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં સરકારી હોસ્પિટલો આવેલી છે . તેમાં રાજય સરકાર તરફથી સીટીસ્કેનની કોઈ વ્યવસ્થા કરેલી નથી . હાલમાં કોરોના મહામારીના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે . તેવા સંજોગોમાં બોડેલીમાં આવેલ આશીર્વાદ ખાનગી હોસ્પિટલમાં માત્ર એક સીટીસ્કેનની વ્યવસ્થા છે.

છોટાઉદેપુર, જેતપુર પાવી, કવાંટ, નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકામાં કોરોના સંક્રમીત થયેલા દર્દીઓનુ સીટીસ્કેન કરાવવા માટે 24 કલાક ઉપરાંત સુધી લાઈનમાં ઉભા રહીને રાહ જોવી પડે છે. રૂ. 3000 જેટલી ફી લેવામાં આવે છે. સરકારે તાત્કાલીક જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર અને તાલુકાદીઠ આવેલા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સીટીસ્કેન માટેની યુધ્ધ ના ધોરણે તાત્કાલીક વ્યવસ્થા ઉભી કરવા માટે તેમજ આદિવાસી વિસ્તારમા સરકારે કોઈ પણ ગ્રાન્ટમાંથી માત્ર 6 જેટલા હાલ પુરતા સીટીસ્કેનની સાધન સામગ્રી ઉપબ્લધ કરાવીને કોરોના મહામારીમા લોકોને પડતી મુશ્કેલી, અડચણો તાત્કાલીક દૂર કરવા અને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલની સામે સરકારે બ્લડબેંક માટે કેટલાય સમયથી જગ્યા ફાળવેલી છે.

પરંતુ બ્લડ બેંક માટે જરૂરી સાધન સામગ્રી, સ્ટાફ સહીતની માળખાકીય સુવીધા આજદિન સુધી ઉપલબ્ધ કરાઈ નથી. મેડીકલ ઈમરજન્સીના સમયે બ્લડના આવે કેટલાક આદિવાસીઓએ જીવ ગુમાવેલા છે. તો આવા કપરા સંજોગોમાં તાત્કાલીક બ્લડ બેંક શરૂ કરવા માટે ધારાસભ્યએ માંગ કરી છે