National/ RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને દિલ્હી એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે લાલુ યાદવ પટના એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે અચાનક તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે RJD પ્રમુખને અચાનક ઇમરજન્સી વિભાગ (AIIMS)માં શા માટે દાખલ કરવામાં આવ્યા છે. લાલુ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે ગુરુવારે પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા. આજે તેમને એઈમ્સમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુરુવારે પટનાથી દિલ્હી જતા પહેલા લાલુ યાદવે બિહાર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરીને તેમણે નીતિશ સરકારને ઉગ્રતાથી ઘેરી હતી. લાલુ યાદવે કહ્યું હતું કે બિહાર શિક્ષણથી લઈને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં પાછળ છે. આરજેડી પ્રમુખે નીતિશ સરકાર પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે આ સરકાર વિકાસનો નારો આપે છે. પરંતુ નીતિ આયોગના રિપોર્ટ બાદ તેમના વિકાસના દાવાઓનો પર્દાફાશ થયો છે.

લાલુ યાદવ દિલ્હી AIIMSમાં દાખલ
તમને જણાવી દઈએ કે લાલુ યાદવની તબિયત ઘણા સમયથી ઠીક નથી. આ કારણોસર, જેલમાં હોવા છતાં, તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પહેલા તેઓ રિમ્સમાં પણ સારવાર લઈ રહ્યા હતા. જેલમાંથી જામીન મળ્યા બાદ પણ લાલુ યાદવ ખરાબ તબિયતના કારણે દિલ્હીમાં જ હતા. ઘણા મહિનાઓ પછી તે પટના પહોચ્યા હતા. પરંતુ ફરી એકવાર તેઓ ગુરુવારે દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન તેમણે બિહારની નીતીશ સરકારને ઘેરી લીધી હતી.

ગુરુવારે પટનાથી દિલ્હી જવા રવાના થયા હતા
અચાનક લાલુ યાદવને દિલ્હી AIIMSના ઈમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી આ અંગે આરજેડી કે એઈમ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. જો કે, તે રૂટિન ચેકઅપ માટે ડોક્ટરો પાસે પણ જાય છે. પરંતુ ઈમરજન્સી વિભાગમાં દાખલ થવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

અમદાવાદ / AMC ડસ્ટબીન પાછળ કરોડોનો ખર્ચ કરશે, ઘરે-ઘરે કરવામાં આવશે વિતરણ

ગુજરાત / ગિજુભાઇ બધેકાની સ્મૃતિમાં આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવાશે : જીતુ વઘાણી

World / તાલિબાન કરશે ગાંજાની ખેતી, ઓસ્ટ્રેલિયાની કંપની સાથે કરારનો દાવો