Not Set/ ગોંડલના મહિલા,ચોરડી અને બંધીયા તાલુકાના બે શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ

ગોંડલના  કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને ચોરડી ગામની સીમમાં રેવન્યુ સર્વે નં. ૧૮ પૈકી ૭ ની આશરે સાડા પાંચ વિઘા ખેતીની જમીનધરાવતા જયાબેન મનસુખભાઇ હરીભાઇ ગજેરાએ ગોંડલના

Top Stories Gujarat
land grabbing2 ગોંડલના મહિલા,ચોરડી અને બંધીયા તાલુકાના બે શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ

વિશ્વાસ ભોજાણી,ગોંડલ@ મંતવ્ય ન્યૂઝ

ગોંડલના  કૈલાશબાગ સોસાયટીમાં રહેતા અને ચોરડી ગામની સીમમાં રેવન્યુ સર્વે નં. ૧૮ પૈકી ૭ ની આશરે સાડા પાંચ વિઘા ખેતીની જમીનધરાવતા જયાબેન મનસુખભાઇ હરીભાઇ ગજેરાએ ગોંડલના વિકલાંગ જીજ્ઞાબેન આર રાજ્યગુરૂ, ચોરડી ગામના રાજેન્દ્રસિંહ ઝાલા તથા બંધીયા ગામના ઓમદેવસિંહ વાઘેલા વિરુદ્ધ જમીન પચાવી પાડવા અંગે ફરિયાદ નોંધાવી હતી,નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા અને તાલુકા પીએસઆઇ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.  તપાસનો અહેવાલ કલેકટર રાજકોટ તરફ મોકલી આપેલ હતો.

remya mohan 3 ગોંડલના મહિલા,ચોરડી અને બંધીયા તાલુકાના બે શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ

 

આ કામે કલેકટર અધ્યક્ષ સ્થાને કમીટીની રચના થયેલ જેમા સદરહુ અરજીની થયેલ તપાસના પુરાવા ધ્યાને લેતા અરજદારની જમીન ગેરકાયદે પચાવી પાડેલ હોવાનુ જણાયું હતું. જેથી ગુન્હો નોંધવા હુકમ કરતા, પીએસઆઇ એમ.જે.પરમારે ફરીયાદ આઈ.પી.સી. કલમ, ૪૪૭,૧૨૦(બી) તથા ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ.૪(૩) તથા ૫(ગ)(ચ)મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

gondal taluka police ગોંડલના મહિલા,ચોરડી અને બંધીયા તાલુકાના બે શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ

 

 અન્ય લોકો દ્વારા ખેતીકામ કરાવતા અને સને-સને-૨૦૧૩ મા કોઇ વાવેતર કરેલ ન હોય અને પડતર રાખેલ હોઇ આ દરમ્યાન આરોપી જીજ્ઞાબેન આર. રાજ્યગુરૂ રહે. ગોંડલ વાળા વિકલાંગ હોઇ તેઓને ચોરડી ખાતે પેટ્રોલ પંપ બનાવવા જમીનની માંગણી કરી હતી. સર્કલ ઓફીસર અરજદારની જમીન શરતચુકતથી પંચરોજકામ કરી આપેલ  હતી, બાદ અરજદારને જાણ થતા ડી.આઇ.એલ.આર. રાજકોટ પાસે માપણી કરાવવા સદરહુ જગ્યા અરજદારની નિકળતા જે કામે પ્રાત અધીકારી સદરહુ જમીન ઓવર લેપીંગ હોવાનુ જણાવ્યું હતું.

 

બાદ આરોપી જીજ્ઞાબેન આર રાજ્યગુરૂ એ અન્ય આરોપી ચોરડી ગામના રાજેન્દ્રસિંહ ઝાલા તથા બંધીયા ગામના ઓમદેવસિંહ વાઘેલા સાથે મળી અરજદારની જમીન પચાવી પાડી, અરજદારને જમીનમાં જતા રોકતા હતા, જેથી અરજી કરેલ હોય જેથી અરજદારએ ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ મુજબ કાર્યવાહી થવા અરજી કરી હતી. જે અરજી તપાસ થવા અને આવતા આ કામે સદરહુ અરજીની તપાસ પી.એ.ઝાલા ના.પો.અધિ. ગોંડલ વિભાગનાઓએ કરી આ કામે આગળની તપાસ પી.એ.ઝાલા સાહેબ, ના.પો.અધિ ગોંડલ વિભાગ ચલાવી રહેલ છે.

majboor str 18 ગોંડલના મહિલા,ચોરડી અને બંધીયા તાલુકાના બે શખ્સો સહિત ત્રણ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ