Political/ યોગી સરકારનાં કેબિનેટ મંત્રીની લપસી જીભ, પાર્ટીનું ભૂલ્યા નામ

જ્યારે મૌર્ય ભાષણ આપવા પહોંચ્યા ત્યારે તેમણે રાયબરેલીમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ પરિષદમાં એમ કહીને ભાષણની શરૂઆત કરી કે..

Top Stories India
1 174 યોગી સરકારનાં કેબિનેટ મંત્રીની લપસી જીભ, પાર્ટીનું ભૂલ્યા નામ

યોગી સરકારમાં કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યની ગણતરી બસપાનાં મજબૂત નેતાઓમાં થતી હતી. તેઓ લાંબા સમયથી બસપામાં હતા. તેમને માયાવતીની ખૂબ નજીક માનવામાં આવ્યાં હતા. કદાચ આ જ કારણ છે કે સાડા ચાર વર્ષ પહેલા બસપા છોડીને ભાજપમાં જોડાયા પછી પણ જૂનો પક્ષ તેમના મનમાંથી ગાયબ થયો નથી. જે શનિવારે સ્પષ્ટ થયું હતું.

આ પણ વાંચો – કોણ હશે આગામી મુખ્યમંત્રી ? /  કેન્દ્રના કેબિનેટ મંત્રી તરીકેની જવાબદારી સંભાળતા રૂપાલા પર કેમ ઢોળવામાં આવી શકે પસંદગીનો કળશ

આપને જણાવી દઇએ કે, સ્વામી પ્રસાદ મૌર્ય ત્યારે ચોંકી ગયા જ્યારે તેમની સામે બેઠેલા સેંકડો લોકો એક સાથે હસવા લાગ્યા. જ્યારે સ્ટેજ પર બેઠેલા લોકોએ મૌર્યને તેમની ભૂલનો અહેસાસ કરાવ્યો ત્યારે તે પણ પોતાને બચાવવા માટે મોટેથી હસવા લાગ્યા. હવે આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલો રાયબરેલીમાં આયોજિત ભાજપની પ્રબુદ્ધ પરિષદનો છે. કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય શનિવારે રાયબરેલીમાં આયોજિત પ્રબુદ્ધ પરિષદમાં પહોંચ્યા હતા. જ્યારે મૌર્ય ભાષણ આપવા પહોંચ્યા ત્યારે તેમણે રાયબરેલીમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આયોજિત પ્રબુદ્ધ પરિષદમાં એમ કહીને ભાષણની શરૂઆત કરી, રાયબરેલીમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આયોજીત પ્રબુદ્ધજન સમ્મેલનમાં….  મૌર્યનાં મુખમાંથી બહુજન સમાજ પાર્ટીનું નામ સાંભળતા જ લોકો હસી પડ્યા હતા. લોકોને અચાનક હસતા જોઈને મૌર્ય પણ ચોંકી ગયા. આયોજકોને જોઈને તેમણે ઈશારો કરીને પૂછ્યું કે શું થયું? જ્યારે લોકોએ કહ્યું કે, બહુજન સમાજ પાર્ટી નહી ભારતીય જનતા પાર્ટી, ત્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ફરીથી પોતાનું સંબોધન બદલીને ભાષણ શરૂ કર્યું.

આ પણ વાંચો – કેમ થઇ શકે પસંદગી? /  ભાઉ તરીકે ઓળખાતા સી.આર. પાટીલની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે

આપને જણાવી દઈએ કે, 2017 ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે બસપાએ સ્વામી પ્રસાદ મૌર્યનાં પરિવારનાં સભ્યોને ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો ત્યારે તેમણે ગુસ્સામાં પાર્ટી છોડી દીધી હતી. આ પછી તેઓ ભાજપમાં જોડાયા અને કુશીનગરની પડરૌના બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા. આપને જણાવી દઇએ કે, આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને ભાજપનાં કાર્યકર્તાઓથી લઇને દિગ્ગજ નેતાઓએ સભાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી દીધી છે.