Not Set/ પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું કરાયુ ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ગુજરાતમાં મેળાનું આયોજન કરવામાં આવે અને લોકોની ભીડનાં ઉમટે તેવુ બને નહી. મેળામાં જવાનો એક અનેરો જ આનંદ છે. મેળામાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળતા હોય છે. રમકડા ખરીદવાથી લઇને મેળામાં રહેલી રાઇટ્સ દરેકને જોવાનો અને તેમાં બેસવાનો એક અલગ જ આનંદ હોય છે. ત્યારે આપને જણાવી દઇએ કે, પોરબંદર નગરપાલીકા દ્વારા ચાર દીવસનાં લોકમેળાનું […]

Gujarat Others
lokemella પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું કરાયુ ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ગુજરાતમાં મેળાનું આયોજન કરવામાં આવે અને લોકોની ભીડનાં ઉમટે તેવુ બને નહી. મેળામાં જવાનો એક અનેરો જ આનંદ છે. મેળામાં મોટી સંખ્યામાં બાળકો જોવા મળતા હોય છે. રમકડા ખરીદવાથી લઇને મેળામાં રહેલી રાઇટ્સ દરેકને જોવાનો અને તેમાં બેસવાનો એક અલગ જ આનંદ હોય છે. ત્યારે આપને જણાવી દઇએ કે, પોરબંદર નગરપાલીકા દ્વારા ચાર દીવસનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

lok mela પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું કરાયુ ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

તા. ર૬ ઓગષ્ટ સુધી ચાલનારા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. નગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ, પાર્ટીપ્લોટ ગ્રાઉન્ડ, તેમજ ચોપાટી નજીકનાં હાથી ગ્રાઉન્ડ પર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેળા માં ૧૦૦ થી વધુ ખાણીપીણીનાં સ્ટોલ,૧૫૦ થી વધુ રમકડાનાં સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

lok melaa પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું કરાયુ ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

પોરબંદર માં નગરપાલીકા દ્વારા જન્માષ્ટમીનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ઉદઘાટન તા ર૩ મી ઓગષ્ટનાં રોજ સાંજનાં કરવામા આવ્યુ હતુ ત્યારે ગઇ કાલે સવારથી જ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોરબંદરનો લોકમેળો સૌરાષ્ટ્રનો બીજા નંબરનો લોકમેળો માનવામાં આવે છે ત્યારે આ લોકમેળામાં પોરબંદર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટનાં અન્ય જિલામાંથી પણ લોકો મેળા માણવા આવે છે ત્યારે પોરબંદરનાં મેળા માં આ વર્ષે ચકડોળનાં પર્ફોમન્સ લાઈસન્સ ને લઈને મેળા માં એક પણ મોટા ચકડોળ લગાવામાં આવ્યા નથી જેને લઈને મેળા માં આવતા લોકોમાં ભારે નિરાસા જોવા મળી રહી છે.

lokmelllla પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું કરાયુ ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

ચાર દિવસનાં આયોજનનાં પગલે અહી લોકોની સુરક્ષાને લઇને પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી છે, અહી અંદાજે 5 લાખથી વધુ લોકો આવે તેની સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.