ઉના/ તૌકતે વાવાઝોડામાં ગીર સોમનાથમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર કરાયું

  ગુજરાતમાં  અરબી સમુદ્રમાં સર્જાયેલા તૌકતે  વાવાઝોડું  પશ્ચિમ દરિયાકાંઠા તરફથી પુરઝડપે આગળ  વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા  તૌકતે વાવાઝોડું ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના દરિયાકાંઠે પ્રથમ ટકરાશે તેવી આગાહી  કરવામાં આવી છે. ઉના શહેર અને પંથકના દરિાયકાંઠાના નવાબંદર, સૈયદ, રાજપરા, સીમર સહિતના કિનારાના ગામોમાં આજે સવારથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી […]

Gujarat Others
Untitled 184 તૌકતે વાવાઝોડામાં ગીર સોમનાથમાં મોટા પાયે લોકોનું સ્થળાંતર કરાયું

  ગુજરાતમાં  અરબી સમુદ્રમાં સર્જાયેલા તૌકતે  વાવાઝોડું  પશ્ચિમ દરિયાકાંઠા તરફથી પુરઝડપે આગળ  વધતુ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા  તૌકતે વાવાઝોડું ગીર સોમનાથ જિલ્લામાં ઉનાના દરિયાકાંઠે પ્રથમ ટકરાશે તેવી આગાહી  કરવામાં આવી છે. ઉના શહેર અને પંથકના દરિાયકાંઠાના નવાબંદર, સૈયદ, રાજપરા, સીમર સહિતના કિનારાના ગામોમાં આજે સવારથી જ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

શહેર અને પંથકના ગામોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી થોડી વધારે ગતિએ પવન ફૂંકાઇ રહ્યો છે. ઉના શહેર અને આસપાસના પંથકમાં તૌકતે વાવાઝોડાની શક્યતાને પગલે લોકોમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે. ઉના શહેર અને પંથકમાં આજે સાંજે વાવાઝોડુ ટકરાશે ત્યારે તોફાની પવન ફૂંકાય તેવી દહેશત વચ્ચે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ તંત્રએ પણ સતર્કતાના ભાગરૂપે ઉના પંથકના દરિયાકાંઠા વિસ્તારની આસપાસનાં કાચા અને ઝુંપડામાં રહેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે .