ગુજરાત રમખાણ 2002/ ભાજપ સરકારને ઉથલાવવા માટે દિવંગત અહેમદ પટેલે તિસ્તાને 30 લાખ રુપિયા આપ્યા હતા!પુત્રી મુમતાઝ પટેલનો પલટવાર,જાણો શું કહ્યું…

ગુજરાત રમખાણ કેસમાં હવે નવા ખુલાસો થઇ રહ્યા છે.સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા તિસ્તા સેતલવાડ સહિત અન્ય બે આઇપીએસ અધિકારીઓ સામે કેસ નોંધવામા આવ્યો છે

Top Stories Gujarat
1 162 ભાજપ સરકારને ઉથલાવવા માટે દિવંગત અહેમદ પટેલે તિસ્તાને 30 લાખ રુપિયા આપ્યા હતા!પુત્રી મુમતાઝ પટેલનો પલટવાર,જાણો શું કહ્યું...

ગુજરાત રમખાણ કેસમાં હવે નવા ખુલાસો થઇ રહ્યા છે.સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા તિસ્તા સેતલવાડ સહિત અનેય બે આઇપીએસ અધિકારીઓ સામે કેસ નોંધવામા આવ્યો છે અને તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલે એસઆઇટીએ દાવો કર્યો છે તે તિસ્તા સેતલવાડે  ભાજપની સરકારને ઉથલાવવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા એહમદ પટેલે 30 લાખ રૂપિયા આપ્યા હતા,આ આરોપ તિસ્તાના પૂર્વ સહયોગી રઇશ ખાન પઠાણે કરી હતી. આ મામલે એહમદ પટેલેની પુત્રી મુમતાઝ પટેલે આ મામલે તીખી પ્રતિક્રિયા  પણ આપી હતી,મારા પિતા અવસાન પામ્યા છે તેમનું નામ આ કેસમાં ઉછાળીને તેમને બદનામ કરવાનું ષડયંત્ર છે. હયાત હોત તો તે પ્રતિક્રિયા આપતા અને ભાજપ સરકાર આટલા વર્ષોથી કાર્યરત છે રાજ્યમાં તો કેમ એકશન ન લીધાં ?

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે રઈસ ખાન પઠાણે કહ્યુ કે અહમદ પટેલે તિસ્તા પોતાની પાર્ટી અને દેશ-વિદેશની એજન્સીઓ પાસેથી ફંડનું આશ્વાસન આપ્યું હતું. તેણે કહ્યું કે શરૂઆતમાં તિસ્તાને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા. બાદમાં 25 લાખ રૂપિયાની રકમ તિસ્તાને આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તિસ્તા સેતલવાડ સાથે દિવંગત કોંગ્રેસ નેતા અહમદ પટેલની કથિત લિંકના મામલા પર વિવાદ વધી રહ્યો છે. ભાજપે આરોપ લગાવ્યો કે પીએમ મોદીને બદનામ કરવા માટે તીસ્તા સીતલવાડ કોંગ્રેસ નેતા અહમદ પટેલના સંપર્કમાં હતી. ભાજપના આરોપો પર અહમદ પટેલની પુત્રી મમતાઝ પટેલે પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે ભાજપના આરોપોને નિરાધાર ગણાવતા કહ્યું કે આ બધુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે ગુજરાત ચૂંટણી નજીક છે. તેણે સવાલ કર્યો કે જો આવું કંઈ હતું તો ત્યારે એજન્સીએ મારા પિતાની કેમ પૂછપરછ ન કરી?

આ મામલે તિસ્તા સેતલવાડના પૂર્વ સહયોગી રઇશ ખાને ગંભીર આરોપો લગાવ્યા હતા,2002માં ગુજરાત તોફાનો બાદ જ્યારે અહમદ પટેલે પ્રથમવાર તીસ્તાને સર્કિટ હાઉસમાં મળવા બોલાવી, ત્યારે હું પણ તેની સાથે હતો.રઈસ ખાન પ્રમાણે આ મુલાકાતમાં અહમદ પટેલે તિસ્તા સીતલવાડને કહ્યું કે હું તમારા કામથી સારી રીતે પરિચિત છું, જે તમે બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિ આંદોલનના સમયે કર્યુ હતું. ત્યારે અમે સત્તામાં હતા, પરંતુ હવે નથી. બંનેની લાંબી વાતચીત બાદ વાત ફંડ પર આવીને ઉભી રહી હતી.

તિસ્તા સેતલવાડે  સ્પષ્ટ કહ્યું હતું કે અમારી પાસે ફંડ નથી. જો ફંડની કમી હોય તો અમે આગળ કામ કરી શકીશું નહીં. ત્યારે અહમદ પટેલે તિસ્તા  ફંડને લઈને ચિંતા ન કરવાનું કહ્યું હતું.તો આ મુદ્દે વિવાદ શરૂ થયા બાદ ગુજરાત કોંગ્રેસે એફિડેવિડમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટીના ઈશારા પર તેમની પાર્ટીના નેતા દિવંગત અહમદ પટેલનું નામ લેવાનો આરોપ લગાવ્યો હતો.