Shocking/ દુનિયાનાં આ દેશમાં હવે હસવા અને રડવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને થશે કડક સજા

દુનિયાનાં લગભગ તમામ દેશમાં તમને આઝાદીથી જીવન ગુજારવાની છૂટ છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યા તમે ક્યારે જવાનું નહી વિચારો, જે પોતાના તાનાશાહનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

Top Stories World
હસવુ અને રડવુ ગુનો

દુનિયાનાં લગભગ તમામ દેશમાં તમને આઝાદીથી જીવન ગુજારવાની છૂટ છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યા તમે ક્યારે જવાનું નહી વિચારો, જે પોતાના તાનાશાહનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જી હા, આ કોઇ અન્ય દેશ નહી પણ ઉત્તર કોરિયા છે. આ દેશ તેના વિચિત્ર કાયદાઓ અને નિર્ણયો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હવે અહીંનાં તાનાશાહ કિંગ જોંગ ઉને જનતાનાં હસવા અને રડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

11 2021 12 17T130404.257 દુનિયાનાં આ દેશમાં હવે હસવા અને રડવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને થશે કડક સજા

આ પણ વાંચો – Miss World 2021 / ભારતની મિસ વર્લ્ડ સ્પર્ધક માનસા વારાણસી કોરોના સંક્રમિત,મિસ વર્લ્ડ સ્પર્ધા હાલ સ્થગિત…

આપને જણાવી દઇએ કે, ઉત્તર કોરિયા તેના ભૂતપૂર્વ નેતા કિમ જોંગ ઇલ (former Supreme Leader Kim Jong Il) ની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. તેથી ઉત્તર કોરિયાનાં નાગરિકોએ આગામી 11 દિવસ સુધી શોક મનાવવો પડશે. આ દરમિયાન તે ન તો ખુશ રહી શકે છે અને ન તો હસી શકે છે. જો કોઈ દારૂ પીતો જોવા મળશે તો તેને સીધી જ મોતની સજા આપવામાં આવશે. એક અહેવલ મુજબ, કિમ જોંગ ઇલે 1994 થી 2011 સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું હતુ. કોરિયાનાં ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઇલનું 17 ડિસેમ્બર 2011નાં રોજ 69 વર્ષની વયે હૃદયરોગનાં હુમલાથી અવસાન થયું હતું. ઇલ પછી, તેમના ત્રીજા અને સૌથી નાના પુત્ર કિમ જોંગ ઉને દેશની કમાન સંભાળી. હવે તેમના મૃત્યુનાં 10 વર્ષ પૂરા થવા પર ઉત્તર કોરિયાનાં લોકોને 11 દિવસનો ‘કડક’ શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.

11 2021 12 17T130521.108 દુનિયાનાં આ દેશમાં હવે હસવા અને રડવા પર પ્રતિબંધ, નિયમ તોડનારને થશે કડક સજા

આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો

મીડિયા સાથે વાત કરતા, સ્થાનિકોએ કહ્યું છે કે ઇતિહાસમાં શોકનાં સમયગાળા દરમિયાન દારૂ પીતા કે નશામાં પકડાયેલા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સાથે વૈચારિક ગુનેગારો તરીકે વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેઓને દૂર લઈ જવામાં આવ્યા હતા અને ફરી તેઓ ક્યારેય દેખાયા નથી. લોકોએ અહેવાલ આપ્યો છે કે જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ શોકનાં સમયગાળા દરમિયાન મૃત્યુ પામે છે, તો પણ તમે મોટેથી રડી શકતા નથી. આટલું જ નહીં, તમે 11 દિવસનાં શોક પછી જ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરી શકો છો. આ સમય દરમિયાન તમે જન્મદિવસની ઉજવણી પણ કરી શકતા નથી.