Not Set/ વિધાનસભામાં લવ જેહાદ પર આવશે કાયદો, દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

ગુજરાત સરકાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પદેશની માફક લવ જેહાદનો કાયદો લાવવા માટે કટિબદ્ધ છે 

Top Stories Gujarat Others
nightcurfew 11 વિધાનસભામાં લવ જેહાદ પર આવશે કાયદો, દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

ગુજરાત સરકાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પદેશની માફક લવ જેહાદનો કાયદો લાવવા માટે કટિબદ્ધ છે  અને વર્તમાન વિધાનસભા સત્રમાં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભામાં  દાખલ કરવામાં આવશે.

કાયદાના ગાળિયાથી લવ જેહાદી પ્રવૃત્તિઓ પર લગાવાશે લગામ

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક નામે આવશે કાયદો

દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

લોહીના સંબંધવાળા પરિવારને મળશે રાહત

nightcurfew 12 વિધાનસભામાં લવ જેહાદ પર આવશે કાયદો, દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

“લવ જેહાદ” શબ્દ સાંભળતાની સાથે જ કોઇ નાપાક કૃત્ય થયું હોવાનો સંદેશ મળે છે. પહેલા ઉત્તર  પ્રદેશ અને પછી મધ્ય પ્રદેશ  ભાજપ શાસિત બંને રાજ્યોમાં લવ જેહાદની પ્રવૃત્તિને અટકાવવા માટે  લવ જેહાદ પ્રતિબંધિત કાયદો લાવવામાં આવ્યો.  હવે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં આવી વધતી  પ્રવૃત્તિને કારણે લવ જેહાદ કાયદો લાવવાની માગ હતી અને ગુરુવાર સુધીમાં તેને લઇને રાહત પણ  મળી જશે.

લલચાવીને લગ્ન કરનારને 5 વર્ષની સજા

લાલચીને બે લાખનો દંડ પણ ફટકારાશે

ધર્મ પરિવર્તનના કિસ્સામાં આકરો દંડ

SC,ST તે સગીરના કિસ્સામાં 4થી 7 વર્ષની સજા

કિસ્સામાં 3 લાખના દંડની પણ જોગવાઇ

માતા-પિતાને ફરિયાદ કરવામાં સૌથી પહેલી પ્રાથમિકતા

લોહીના સગપણવાળી વ્યક્તિ નોંધાવી શકશે ફરિયાદ

nightcurfew 13 વિધાનસભામાં લવ જેહાદ પર આવશે કાયદો, દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

 ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આ ઉપરાંત જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.

nightcurfew 14 વિધાનસભામાં લવ જેહાદ પર આવશે કાયદો, દંડ અને સજાને બનાવાશે વધુ આકરી

કાયદા મુજબ મદદગારી કરનારની સામે પણ કાર્યવાહી થશે

લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે.