Lawarence Bishnoi Gang/ લોરેન્સ બિશ્નોઈના સાગરીતની 17.82 કરોડની સંપત્તિ જપ્ત

લોરેન્સના પૈસાનો વહીવટ કરતો હતો સુરેન્દ્ર ઉર્ફે ચીકૂ

India Top Stories
Beginners guide to 2024 03 31T191016.583 લોરેન્સ બિશ્નોઈના સાગરીતની 17.82 કરોડની સંપત્તિ જપ્ત

Hariyana News : ઈડીએ હરિયાણાના ગેંગસ્ટર સુરેન્દ્ર ઉર્ફે ચીકૂ અને તેના પરિવારની 17.82 કરોડની ચલ અને અચલ સંપત્તિ જપ્ત કરી છે. આ જમીન હરિયાણાના નારનૌલ અને રાજસ્થાનના જયપુરમાં છે. ઈડીએ આ કાર્યવાહી હરિયાણાં દાખલ થયેલી એફઆઈઆરને આધારે કરી હતી. હરિયાણા પોલીસે સુરેન્દ્ર અને તેના સાળા વિકાસ પર હત્યા અને અપહરણ જેવા અનેક ગુના દાખલ કર્યા હતા. ઈડીની તપાસમાં બહાર આવ્યું હતું કે સુરેન્દરનું કનેક્શન લોરેન્સ બિશ્નોઈ અને બીજી ગેંગો સાથે છે. તે સિવાય સુરેન્દ્ર બિશ્નોઈના પૈસાને હિસાબ રાખતો હોવાનું અને આ પૈસાથી પોતાના પરિવારના નામે જમીન ખરીદતો હતો. સુરેન્દ્ર નારનૌલમાં એક કંપની નિમાવત ગ્રેનાઈટના માધ્યમથી ગેરકાયદે માઈનીંગના ધંધા પણ સંકળાયેલા હતા. વિકાસે કોઈ ધંધો કર્યા વિના 2.84 કરોડ રૂ.ની જબરજસ્તીથી વસુલી પણ કરી હતી. વિકાસ કેટલાય માઈનીંગનો ધંદો કરનારા વેપારીઓ પાસેથી ખંડમી વસુલતો હતો. આ પૈસા તે કાયદેસર ચેનલ દ્વારા બેન્ક ખાતામાં જમા કરાવતો હતો. બાદમાં આ પૈસાથી જમીન અને બીજી સંપત્તિઓ ખરીદતો હતો.

ગેરકાયદે માઈનીંગ દ્વારા તેમણે 1 લાખ મેટ્રીક ટન પથ્થર ખોદી કાઢ્યા હતા. ઈડીએ 5 ડિસેમ્બર 2023ના રોજ હરિયાણા અને રાજસ્થાનમાં આ ગેંગસ્ટરોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં જાણવા મળ્યુ કે આરોપીઓએ મોટા પાયે કંપનીઓમાં રોકાણ કર્યું છે. આ પ્રકારે ગુનાની આડમાં 20 કરોડથી વધુની કમાણી કરી હોવાનું જણાયું હતું. બાદમાં 21 ફેબ્રુઆરી 2024 ના રોજ ઈડીએ સુરેન્દ્રની ધરપકડ કરી હતી. હાલમાં મની લોન્ડ્રીંગના આ મામલાની તપાસ ચાલુ છે અને આડીએ ગુનો નોંધ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના