Not Set/ જાણો મિશિયો શૂજીમુરા વિશે, જેમને ગૂગલે ખાસ ડૂડલ બનાવીને કર્યા યાદ

પાંચ વર્ષ બાદ તેમણે ગ્રીન ટીમાં કડવો સ્વાદ આવનારા કેટેચિનને તેનાથી અલગ કરી દીધુ. આગામી વર્ષે તેઓ ગ્રીન ટીમાં થી ક્રિસ્ટલના રૂપમાં ટેનિન નીકાળવા લાગ્યા.

Tech & Auto
Untitled 194 જાણો મિશિયો શૂજીમુરા વિશે, જેમને ગૂગલે ખાસ ડૂડલ બનાવીને કર્યા યાદ

શું  તમે ગ્રીન ટી પીવાનુ પસંદ કરો છો? તેનાથી  થનાર લાભ વિષે  જાણો છો, તો આપે મિશિયો શૂજીમૂરા વિશે જરૂર જાણવુ જોઈએ. શૂજીમૂરા એક જાપાની કૃષિ વૈજ્ઞાનિક અને જૈવ રસાયણવિદ હતા. ગ્રીન ટી પરના તેમના અદભૂત સંશોધને તેમને જાપાનમાં કૃષિ ડોક્ટરેટ મેળવનાર પ્રથમ મહિલા બનાવ્યા. તેમની સિદ્ધિઓનું સન્માન કરવા માટે, ગૂગલે તેમના 133 મા જન્મદિવસ પર ડૂડલ સમર્પિત કર્યું છે.

17 સપ્ટેમ્બર 1888એ જાપાનના ઓકેગાવામાં જન્મેલા શૂજીમુરાએ પોતાના કરિયરની શરૂઆત એક મહિલા હાઈ સ્કુલમાં સાયન્સ ભણાવતા કરી હતી. 1920માં તેમણે પોતાનુ ધ્યાન એક વૈજ્ઞાનિક શોધકર્તા બનાવવા પર કેન્દ્રિત કર્યુ અને હોક્કાઈડો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં એક અવેતન લેબ મદદનીશ તરીકે કામ શરૂ કર્યુ. તે સમય સુધી સ્કુલોએ મહિલા વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવાનુ શરૂ કર્યુ નહોતુ.

આ પણ વાંચો :જન્મદિવસ / ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીએ ઈન્ડિયાનાં કેપ્ટન સમાન PM મોદીને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

શરૂઆતમાં તેમણે રેશમકીટના પોષણ પર પોતાનુ રિસર્ચ શરૂ કર્યુ પરંતુ 1922માં તેમનુ ટ્રાન્સફર ટોક્યો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાં વિટામિનના શોધકર્તા ઉમેતારો સુઝુકીની સાથે થયુ. અહીં મિશિયોએ ગ્રીનની બાયોકેમેસ્ટ્રી પર રિસર્ચ કર્યુ. બે વર્ષ બાદ તેમણે અને તેમના સહયોગી સીતારો મિઉરાએ ગ્રીન ટી માં વિટામિન Cની શોધ કરી, જેનાથી ઉત્તરી અમેરિકામાં ગ્રીન ટીના નિકાસમાં વૃદ્ધિ થઈ.

પાંચ વર્ષ બાદ તેમણે ગ્રીન ટીમાં કડવો સ્વાદ આવનારા કેટેચિનને તેનાથી અલગ કરી દીધુ. આગામી વર્ષે તેઓ ગ્રીન ટીમાં થી ક્રિસ્ટલના રૂપમાં ટેનિન નીકાળવા લાગ્યા. ગ્રીન ટી ના ઘટકો પર તેમના થીસિસે તેમને 1932માં ટોક્યો ઈમ્પીરિયલ યુનિવર્સિટીમાંથી એગ્રિકલ્ચરમાં ડૉક્ટરેટની ઉપાધિ અપાવી.

આ પણ વાંચો :Covid-19 / કોરોનાનાં કેસમાં એક જ દિવસમાં લગભગ 13 ટકાનો થયો વધારો

તેમણે પોતાના રિસર્ચ માટે 1956માં કૃષિ વિજ્ઞાનના જાપાન પુરસ્કારથી સન્માનિત થનારા પહેલા કેટલીક સ્કુલ અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને લેક્ચરર બનવાનુ ચાલુ રાખ્યુ. 1969માં 81 વર્ષે તેમનુ નિધન થઈ ગયુ. આજના ડૂડલમાં તેમને પોતાની લેબોરેટરીમાં ગ્રીન ટી પર રિસર્ચ કરતા દર્શાવાયા છે.