રાહત/ વધુ પડતી ગરમી માં જાણો શું છે ગરમીથી બચવા માટે ફાયદાકારક

ઉનાળો એટલે કેરીની સીઝન કાચી કેરી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે .પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઈશું. એક કાચી કેરી માં 35સફરજન ,18 કેળાં, 9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોય છે .કાચી કેરી માં […]

Health & Fitness
ઉનાળો એટલે કેરીની સીઝન કાચી કેરી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે .પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઈશું.
એક કાચી કેરી માં 35સફરજન ,18 કેળાં, 9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોય છે .કાચી કેરી માં એટલી બધી માત્રામાં માં જુદા જુદા પોષક તત્વો મળે છે .જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી.
કાચી કેરી મોટા પ્રમાણમાં ફાઈબરની માત્રા જોવા મળે છે. જે શરીરની વધારાની ચરબીને દૂર કરે છે .સાથે જ કેરીમાં કુદરતી ગ્લુકોઝ ખૂબ ઓછા માત્રામાં હોય છે. જેને કારણે શરીરમા વજન વધવાની શક્યતા નહિવત્ થઇ જાય છે. જેમને એસિડિટીની ફરિયાદ હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ.
કાચી કેરી થી લીવરની સમસ્યાઓ માં સુધારો લાવી શકાય છે .કાચી કેરી લીવરની કામગીરી ને સુધારવાનો એક કુદરતી ઉપાય છે. લીવરમાં પિત અને એસિડના કારણે અનેક જાતના રોગ થાય છે. કાચી કેરી આતરડા ના થતા સકમણને પણ દૂર કરે છે .કાચી કેરી તે ફક્ત પેઢાજ નહીં દાંત સાફ થાય છે. કાચી કેરીના દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે .તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધને પણ દૂર થાય છે.
કાચીકેરી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે .સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે .કાચી કેરી માં વિટામિન સી વધુ હોવાથી લોહીની વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્તવિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દૂર કરી શકાય છે.કાચી કેરીમાં રહેલાં વિટામિન સી થી લોહીની કોશિકાઓમાં સ્થિતિ સ્થાપકતા આવે છે. અને નવી કોશિકાઓ બનાવવામાં પણ મદદ મળે છે. ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂ થી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે .સાથે જ ગરમીના કારણે શરીર પર થતી અળાઈને દૂર કરે છે .કાચી કેરી ગરમીમાં શરીરને ઠંડક આપે છે. જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે. અને ગરમી સામેં લડી શકે છે.