Not Set/ ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

જેમ..જેમ કોરોનાનું મીટરડાઉન થઇ રહ્યુ છે તેમ તેમ હવે દેશના અનેક રાજ્યોમાં બ્લેકફંગસનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર સહીતના રાજ્યોમાં બ્લેકફંગસનું સંક્રમણ વધી રહ્યુ છે. તો ગુજરાત, રાજસ્થાન અને તેલંઘાણા એવા રાજ્યો છે જેમણે બ્લેકફંગસને મહામારી જાહેર કરી છે. જ્યારે દિલ્હીમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. તેની સાથે […]

Gujarat Mantavya Exclusive India
mucormicosis 2 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

જેમ..જેમ કોરોનાનું મીટરડાઉન થઇ રહ્યુ છે તેમ તેમ હવે દેશના અનેક રાજ્યોમાં બ્લેકફંગસનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. ગુજરાત બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર સહીતના રાજ્યોમાં બ્લેકફંગસનું સંક્રમણ વધી રહ્યુ છે. તો ગુજરાત, રાજસ્થાન અને તેલંઘાણા એવા રાજ્યો છે જેમણે બ્લેકફંગસને મહામારી જાહેર કરી છે. જ્યારે દિલ્હીમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. તેની સાથે બીજા રાજ્યોમાં પણ અનેક બ્લેકફંગસના દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્યારે કોરોનાની સાથે વધી રહેલા ખતરા માટે એઇમ્સે પણ નવી ગાઇડ લાઇન જાહેર કરી છે.

black fungas 10 1 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

કોરોના વાયરસ પહેલાંથી જ લોકોના જીવ લઇ રહયો છે. ત્યારે હવે બ્લેકફંગસનું સંક્રમણ પણ જીવલેણ બન્યુ છે. આ સંક્રમણને વિજ્ઞાનની ભાષામાં મ્યુકોરમાઇકોસિસ કહે છે.

black fungas 22 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

આ સંક્રમણ એટલું ખતરનાક છે કે નાક, આંખો, અને ક્યારે મગજમાં પણ ફેલાઇ જાય છે. એવા કેટલાય કિસ્સાઓ સામે આવી ચૂકયા છે જેમાં દર્દીનો જીવ બચાવવા અને સંક્રમણ ફેલાતું અટકાવવા માટે દર્દીની આંખો પણ કાઢવી પડી છે. ડોક્ટરોનું કહેવું છે કે આ સંક્રમણ એવા લોકોને સકંજામાં લઇ રહ્યુ છે જે કોરોનાથી સાજા થઇ ચૂકયા છે.
black fungas 11 2 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

દિલ્હી એઇમ્સે જાહેર કરી છે નવી ગાઇડલાઇન
દેશના અલગ અલગ ભાગોમાં એવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. અને કેટલાક સ્થળો પણ લોકોના તેનાથી મોત પણ થઇ રહયા છે. એકલા મહારાષ્ટ્રમાં જ તેનાથી ૯૦ ટકા લોકોના મોત થઇ ચૂક્યા છે. આ ફંગસના કેટલાક કેસ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં નોધાયા છે. તેવામાં ઘાતક બની રહેલા આ બિમારીના વધતા પ્રકોપને જોતાં દિલ્હી એઇમ્સે તેને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જે બ્લેકફંગસને ઓળખવા અને તેની સારવારમાં મદદ કરી શકે છે. એઇમ્સના ડોક્ટરોની સલાહ છે. જે કોરોનાના દર્દૃીઓ છે તેઓ જલદીથી આ બિમારીનો ભોગ બને છે. આવા દર્દીઓને સતત મેડિકલ ચેકઅપ કરવાની સલાહ અપાઇ છે.
BLACK FUNGAS ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

ભારત હજુ કોરોના સામે ઝજુમી રહ્યુ છે ત્યારે આ નવી આફતે ટેંશન વધાર્યુ છે. નામ સાંભળીને જ જાણે કે ડર લાગી રહ્યો છે. બ્લેકફંગસ નામની આ બિમારી દેશના દરેક ખુણાને તેની ઝપેટમાં લઇ રહી છે. દિલહીથી ગુવાહટી સુધી અને અમદાવાદથી બારામતી સુધી બ્લેકફંગસના દર્દીઓ મોત સામે જંગ લડી રહ્યા છે. આવો તમને અમે આંકડાઓના માધ્યમથી સમજાવીએ કે ભારતના કયા વિસ્તારમાં બ્લેકફંગસના કેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે.

INDIA BLACK FUNGAS CASE ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

ટોપ પર છે મહારાષ્ટ્ર, ગુજરાતનો બીજો નંબર
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બ્લેકફંગસના બે હજારથી વધારે કેસ આવી ચૂકયા છે. તે પછી ગુજરાતનો નંબર આવે છે જ્યાં ૯૦૦થી વધારે કેસો છે. રાજસ્થાનમાં પણ ૭૦૦થી વધારે કેસ છે. મધ્યપ્રદેશમાં ૨૮૧ તો રાજધાની દિલ્હીમાં તેના ૧૮પ કેસો નંધાયા છે. હરિયાણામાં પણ બ્લેકફંગસના ૧૮૭ કેસ આવ્યા છે. યુપીમાં પણ સંખ્યા ૧૦૦ને પાર પહોચી ચુકી છે. જ્યારે ઉત્તરાખંડમાં પણ પ૦ લોકો બ્લેકફંગસની ઝપેટમાં આવ્યા છે. પરેશાનીનું કારણ માત્ર વધતી દર્દીઓની સંખ્યા જ નથી.પણ તેનાથી થઇ રહેલા મોત અને સમયસર ઇલાજ નહી મળવાની છે. દરેક શહેરમાં એક જ પોકાર છે કે કંઇક તો કરો સરકાર. દેશમાં રાજકીય પક્ષો ભલે તેમની ડફલી તેમના રાગમાં વગાડે પણ એ સચાઇને કોઇ કેવી રીતે નકારી શકે કે બ્લેકફંગસથી દેશના અલગ અલગ મહાનગરો અને બીજા શહેરોમાં દર્દીઓ હોસ્પિટલમાં જીવ ગુમાવી રહ્યા છે.

black fungas 44 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

આ રાજ્યોમાં મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરાઇ
ગુજરાત, રાજસ્થાન અને તેલંઘાણામાં બ્લેકફંગસને મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં બ્લેકફંગસના ૯૦૦થી વધારે દર્દીઓ સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તેના માટે અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે. તો રાજસ્થાનની એક જ હોસ્પિટલમાં ૧૦૦થી વધારે કિસ્સાઓ નોંધાયા છે. તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોતે અધિકારીઓને જરૂરી એક્શન લેવાના આદેશ આપ્યા છે. જ્યારે તેલંઘાણામાં હજુ મ્યુકોરમાઇકોસિસના કેસોની શરૂઆતને જોતાં સરકારે તેને ગંભીરતાથી લીધી છે. તો દિલ્હી સરકાર પણ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવાની તૈયારીમાં છે.

black fungas 55 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

મહારાષ્ટ્રમાં તપાસ કેમ્પ શરૂ કરાયા
મહારાષ્ટ્રમાં આ સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યુ છે. મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના તપાસ કેમ્પ લગાવવામાં આવ્યો છે. જેમાં ૪૦૦ લોકોની તપાસમાં ૧૬ લોકો સંક્રમિત નિકળ્યા છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તેમને તરત જ દવાઓ પહોચાડવામાં આવે. મહારાષ્ટ્ર ઉપરાંત દિલ્હીની હાલત પણ એવી જ છે.

black fungas 66 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

મધ્યપ્રદેશમાં નેસલ એન્ડોસ્કોપી પર અપાઇ રહ્યો છે ભાર
મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર તો ઓછો થતો જોવા મળી રહ્યો છે. પણ હવે બ્લેકફંગસના કિસ્સા મધ્યપ્રદેશમાં વધવા લાગ્યા છે. હાલત એટલી ગંભીર થઇ રહી છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહને રોજ બેઠકો કરવી પડી રહી છે. મધ્યપ્રદેશમાં આ બિમારી સામે લડવા માટે એક અલગ ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે. તેવામાં સરકાર તરફથી પણ તૈયારી પુરી રાખવામાં આવી છે. પ્રયાસ છે કે મધ્યપ્રદેશમાં બ્લેકફંગસના કેસ ન વધે. મધ્યપ્રદેશમાં બ્લેકફંગસના દર્દીઓ માટે નેસલ એન્ડોસ્કોપી પર ભાર આપવામાં આવી રહ્યો છે. જેમાં એન્ડોસ્કોપી મારફતે નેસલ પેસેજને જોવામાં આવે છે. તેના મારફતે સમય રહેતા બ્લેકફંગસ વિશે જાણકારી મળી શકે છે અને દર્દીઓની ટ્રીટમેન્ટ શરૂ થઇ શકે છે. તેના માટે રાજયમાં મોટા પ્રમાણમાં અભિયાન ચલાવવામાં આવી રહયુ છે અને બ્લકેફંગસના શરૂઆતી તબકકામાં જ દર્દીની ઓળખ કરી લેવામાં આવે છે.
black fungas 77 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો
જાણકારી મુજબ આ અભિયાનમાં ફ્રીમાં નેસલ એન્ડોસ્કોપી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશમાં ઇએનટી વિશેષજ્ઞ પણ ફ્રીમાં આ અભિયાન સાથે જોડાઇ રહ્યા છે. તો નેસલ એન્ડોસ્કોપી માટે જે ઉપકરણોની જરૂર પડે છે તેને પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. તેવામાં હવે બ્લેકફંગસને રોકવા માટે યુદ્ધસ્તર પર કામ થવા જઇ રહયુ છે. આશા રાખવામાં આવી રહી છે કે તેની અસર જમીન પર પણ જોવા મળશે અને રાજ્યમાં બ્લેક ફંગસના કિસ્સા ઓછા જોવા મળશે.

black fungas 88 ગુજરાતમાં શા માટે મ્યુકોરમાઇકોસિસ (બ્લેકફંગસ) ને મહામારી જાહેર કરવામાં આવી જાણો

દેશમાં અત્યાર સુધી જ્યાં બ્લેકફંગસને લઇને સરકારો ચિંતા વ્યક્ત કરી રહી છે. ત્યાં હવે વ્હાઇટફંગસે સરકારો સહીત ડોક્ટરોનું ટેંશન વધારી દીધું છે.બિહારની રાજધાની પટણામાં વ્હાઇટફંગસના કેસો બાદ રાજય સરકારો સચેત થઇ ગઇ છે. આ બિમારી બ્લેકફંગસ કરતાં પણ વધારે ખતરનાક ગણાવાઇ રહી છે.