Business/ અદાણીને પાછળ છોડી અંબાણી એશિયાના સૌથી ધનિક, માર્ક ઝકરબર્ગ 14માં સ્થાને

છે. અંબાણીએ ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, જેમણે થોડા દિવસો પહેલા એશિયા અને ભારતના સૌથી મોટા અબજોપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.

Top Stories Uncategorized Business
અંબાણી

બુધવારે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફરી એકવાર મોટો ઉલટફેર થયો છે. અંબાણીએ ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે, જેમણે થોડા દિવસો પહેલા એશિયા અને ભારતના સૌથી મોટા અબજોપતિ મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો: દેશમાં ગ્રે કાર્ડ શરૂ કરનાર જૂનાગઢ પ્રથમ જિલ્લો બન્યો,જાણો વિગત

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, બુધવારે સવારે અંબાણીની સંપત્તિમાં $2.1 બિલિયનનો વધારો થયો, જ્યારે અદાણીની સંપત્તિમાં $1.9 બિલિયનનો ઘટાડો થયો. જેના કારણે અંબાણી એક સમયે એશિયાના સૌથી મોટા અબજોપતિ બની ગયા છે.

મુકેશ અંબાણી હવે ફરીથી 90.8 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં 10માં નંબરે પહોંચી ગયો છે. તે જ સમયે, ગૌતમ અદાણી $89.7 બિલિયન સાથે 11મા સ્થાને છે.

આપને જણાવી દઈએ કે, ગુરુવારે માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં 29 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. જ્યારે Meta Platforms Inc.ના સ્ટોકમાં એક જ દિવસમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો, ત્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ ગુરુવારે $1.2 બિલિયનનો ઘટાડો થયો હતો. આનાથી અદાણીને ફાયદો થયો અને તે 12મા સ્થાનેથી 10મા સ્થાને પહોંચી ગયા હતા. માર્ક ઝકરબર્ગને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ઝકરબર્ગ ટોપ-10માંથી બહાર છે. આજે તે $78.7 બિલિયનની નેટવર્થ સાથે 14મા ક્રમે છે.

આ પણ વાંચો:કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં આવ્યા બાદ 5 લાખ લોકોનાં થયા મોત

આ પણ વાંચો:લાલુ પ્રસાદની ચૂંટણી લડવાની જાહેરાત, કહ્યું કે, જીત્યા બાદ પીએમને જવાબ આપીશ