Not Set/ કોરોનાના સમયમાં LICએ આપી છુટ, ગ્રાહકો માટે ડેથ-ક્લેમ લેવો થશે Hassle Free!

LICનું કહેવુ છે કે તેણે તેના ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસમાં ગ્રાહકોને મોટી રાહત આપી છે. કારણ કે કોરોનાકાળમાં તેમનું કામ સરળતાથી થઇ શકે. હાલના સમયમાં ડેથ ક્લેમને ઝડપથી પુરો કરવા માટે તેણે અનેક છુટ આપી છે. જો કોઇ વ્યક્તિનું મૃત્યું હોસ્પિટલમાં થઇ જાય છે તો તેણે સ્થાનિક નગર નિગમના ડેથ સર્ટીફીકેટ ઉપરાંત બીજા દસ્તાવેજો પણ આપવાની […]

Top Stories India
LIC કોરોનાના સમયમાં LICએ આપી છુટ, ગ્રાહકો માટે ડેથ-ક્લેમ લેવો થશે Hassle Free!

LICનું કહેવુ છે કે તેણે તેના ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસમાં ગ્રાહકોને મોટી રાહત આપી છે. કારણ કે કોરોનાકાળમાં તેમનું કામ સરળતાથી થઇ શકે. હાલના સમયમાં ડેથ ક્લેમને ઝડપથી પુરો કરવા માટે તેણે અનેક છુટ આપી છે. જો કોઇ વ્યક્તિનું મૃત્યું હોસ્પિટલમાં થઇ જાય છે તો તેણે સ્થાનિક નગર નિગમના ડેથ સર્ટીફીકેટ ઉપરાંત બીજા દસ્તાવેજો પણ આપવાની મંજુરી હશે.

હોસ્પિટલમાં મોત થવાના સંદર્ભમાં ડેથ સર્ટિફીકેટ તરીકે હવે ડિસ્ચાર્ઝ પેપર અથવા ડેથ સમરી જેમાં મૃત્યુની તારીખ અને સમય સ્પષ્ટ લખેલા હોવા જોઇએ. આ પ્રમાણપત્રને કોઇ સરકારી કે કર્મચારી રાજ્ય જીવન વિમા નિગમ, સેના, કોર્પોરેટ હોસ્પિટલથી મળેલા હોવા જોઇએ. તેના પર LICના કાર્યાલયમાં કોઇ પણ ૧૦ વર્ષથી વધારે અનુભવ ધરાવતા ડેવલેપમેન્ટ ઓફિસરની કાઉંટર સહી હોવી જોઇએ. તેની સાથે અંતિમ સંસ્કાર કે સુપુર્દે ખાકનું પ્રમાણ પણ આપવુ પડશે.

તે ઉપરાંત અન્ય પ્રકારના કિસ્સાઓમાં ગ્રાહકોને નગર નિગમ દ્વારા જાહેર કરાયેલા ડેથ સર્ટિફીકેટ પહેલાંની જેમ જ આપવા પડશે. તેની સાથે અંતિમ સંસ્કારનું પ્રમાણ પણ આપવું પડશે. તે ઉપરાંત બીજી સુવિધા પણ LICએ આપી છે.

અત્યાર સુધી ગ્રાહકોને ક્લેમ સેટલમેંટ માટે પલીસી સાથે જોડાયેલા દસ્તાવેજો સર્વિસ બ્રાંચમાં જમા કરવવા પડતા હતા. તેમાં આવતી મુશ્કેલીઓને જોતા LIC એ ગ્રાહકોને પોતાની નજીકની કોઇ પણ ઓફિસમાં તે જમા કરાવવાની મંજૂરી આપી છે.

કેપિટલ રિટર્નવાળી પોલીસીઓમાં ગ્રાહકોને લાઇફ સર્ટિફિકેટ આપવાનું હોય છે. હવે તેવી પોલીસીઓમાં જેમનું રિટર્ન ઓક્ટોમ્બર 2021 સુધીમાં થવાનું છે તેમણે આ સર્ટિફીકેટને જમા કરવામાં છુટ આપવામાં આવી છે. તે ઉપરાંત તેણે વિડીયો કોલના માધ્યમથી લાઇફ સર્ટિફીકેટ પ્રોક્યોરમેન્ટની પણ શરૂઆત કરી છે.

તેની સાથે LICએ તેની તમામ શાખાઓમાં સોમવારથી કામકાજનો સમય બદલાવવા જઇ રહ્યો છે. હવે તેની ઓફિસ સવારે ૧૦થી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલું રહેશે. તો આ ઓફિસોમાં કામ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ થશે. અને શનિવાર-રવિવારે રજા રહેશે.