bussiness/ LICનો IPO ખુલી શકે છે 11 માર્ચ 2022ના રોજ, પ્રાઇસ બેન્ડ હોઇ શકે છે 2000 થી 2100 રૂપિયા

જાહેર ક્ષેત્રની વીમા કંપની LICનો IPO 11 માર્ચ, 2022ના રોજ રોકાણ માટે ખુલી શકે છે. જો કે, 11 માર્ચે, ફક્ત એન્કર રોકાણકારો જ રોકાણ કરી શકશે, બાકીના રોકાણકારો માટે IPO 11 માર્ચ પછી ખુલશે

Business
4 22 LICનો IPO ખુલી શકે છે 11 માર્ચ 2022ના રોજ, પ્રાઇસ બેન્ડ હોઇ શકે છે 2000 થી 2100 રૂપિયા

જાહેર ક્ષેત્રની વીમા કંપની LICનો IPO 11 માર્ચ, 2022ના રોજ રોકાણ માટે ખુલી શકે છે. જો કે, 11 માર્ચે, ફક્ત એન્કર રોકાણકારો જ રોકાણ કરી શકશે. બાકીના રોકાણકારો માટે IPO 11 માર્ચ પછી ખુલશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, LIC IPOને માર્ચના પહેલા સપ્તાહમાં તમામ નિયમનકારી મંજૂરીઓ મળી જશે, ત્યારબાદ IPO લોન્ચ કરવામાં આવશે. LIC IPO દ્વારા $8 બિલિયન એટલે કે રૂ. 65,400 કરોડ એકત્ર કરી શકે છે. એવા સંકેતો છે કે LIC IPO પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 2,000 થી 2100 સુધી નક્કી કરવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે LIC કર્મચારીઓ માટે 1.58 કરોડ શેર આરક્ષિત હશે, જે તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1890 રૂપિયા પ્રતિ શેરના દરે આપવામાં આવશે અને પોલિસીધારકોને 3.16 કરોડ શેર 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે 1890 રૂપિયામાં આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે એલઆઈસીનો આઈપીઓ લાવવા માટે સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે અને સેબીની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. IPO લોન્ચ કરવા માટેની તારીખો, પ્રાઇસ બેન્ડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે સેબી આગામી બે અઠવાડિયામાં IPOને મંજૂરી આપશે, ત્યારબાદ IPO લાવવાની તારીખોની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે અને પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવશે. સરકાર LIC IPO માટે રોડ શો યોજવાની પણ તૈયારી કરી રહી છે. IPOમાં રોકાણ કરવા માટે વિશ્વભરના રોકાણકારોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

એલઆઈસીના પબ્લિક ઈસ્યુમાં, એલઆઈસીના 28 કરોડ પોલિસીધારકો માટે 3.16 કરોડ શેર રિઝર્વમાં રાખી શકાય છે અને તેમને શેર દીઠ 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. નોંધનીય છે  કે પોલિસીધારકો માટે LIC IPOમાં રિઝર્વ ક્વોટા હેઠળ શેર મેળવવા માટે PAN ને પોલિસી સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2022 છે.