Not Set/ દિવસ દરમ્યાન આ ચાર વસ્તુ ખાવ અને ટેન્શનને કહો ‘ બાય બાય ‘

આજકાલ દોડાદોડી ભરેલી જિંદગી જીવતા લોકો થઇ ગયા છે. જેના લીધે વ્યક્તિ આખો દિવસ માનસિક તણાવ અને ડીપ્રેશનમાં રહે છે. કામના ટેન્શનની અસર તમારા ખાવાપીવા પર પણ પડે છે ઘણી વાર સમય ન હોવાને લીધે તમે લંચ કે ડીનર કરવાને બદલે જંકફૂડ ખાવાનું પસંદ કરો છો. આવું  ખાવાથી તમારી ભૂખ અવશ્ય સંતોષાઈ જશે પરંતુ તેની […]

Lifestyle
CC દિવસ દરમ્યાન આ ચાર વસ્તુ ખાવ અને ટેન્શનને કહો ' બાય બાય '

આજકાલ દોડાદોડી ભરેલી જિંદગી જીવતા લોકો થઇ ગયા છે. જેના લીધે વ્યક્તિ આખો દિવસ માનસિક તણાવ અને ડીપ્રેશનમાં રહે છે. કામના ટેન્શનની અસર તમારા ખાવાપીવા પર પણ પડે છે ઘણી વાર સમય ન હોવાને લીધે તમે લંચ કે ડીનર કરવાને બદલે જંકફૂડ ખાવાનું પસંદ કરો છો. આવું  ખાવાથી તમારી ભૂખ અવશ્ય સંતોષાઈ જશે પરંતુ તેની નકારત્મક અસરો ઘણી વધારે જોવા મળે છે. આથી આજે અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવીશું કે જે ખાવાથી તમારો માનસિક તણાવ ઓછો થઇ જશે અને તમારા સ્વાસ્થ્યને પણ મદદરૂપ થશે.

ચોકલેટ

Related image

 

સામાન્ય રીતે તમે સાંભળ્યું  હશે કે કોલેજીયન યુવતી ચોકલેટનું સેવન વધારે કરતી હોય છે જો કોઈનું બ્રેક અપ થઇ ગયું હોય તો તેઓ ચોકલેટનો સહારો લેતી હોય છે. ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિને ભાવે છે.

ચોકલેટની અંદર રહેલું ફિનાઈલેથાઈલામાઈન તત્વ મગજને આરામ આપે છે. દિવસ ભારનો સ્ટ્રેસ ઓછો કરવા માટે ચોકલેટ જેવું ઉત્તમ કઈ નથી. આટલું જ નહી પરંતુ ચોકલેટના લીધે ત્વચાને હાઇડ્રેડ મળે જે સૌન્દર્યને નિખારવામાં મદદ કરે છે.

Image result for GIRL WITH CHOCOLATE

ચોકલેટ ખાતી વખતે એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં રાખવી જોઈએ ૨૦ ગ્રામ ચોકલેટમાં ૧૫૦ ગ્રામ કેલરી હોય છે આથી જો ખાવામાં ચોકલેટનું પ્રમાણ વધી જાય તો શરીર વધી જવાની સમસ્યા ઉભી થઇ શકે છે.

અખરોટImage result for AKHROT

 

અખરોટ ત્વચા માટે ખુબજ જરૂરી છે. જો તમને ગુસ્સો આવતો હોય કે કોઈ સાથે ઝગડીને આવ્યા હોવ તો અખરોટ ખાવાથી તમારો ગુસ્સો ઓછો થઇ જશે.

અખરોટમાં એલ-આર્જીનાઈન હોય છે જે નાઈટ્રીક ઓક્સાઈડમાં બદલાઈ જાય છે. આ તત્વ રક્તવાહીનીને શાંત રાખવામાં મદદરૂપ કરે છે.

ઓટમીલ

Image result for OATS

 

ઓટમીલમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી આપણા શરીરનું સેરોટીન બને છે. સેરોટીન મૂળ સારો કરવામાં મદદ કરે છે.  ઉપરાંત માનને શાંતિ અને આરામની અનુભૂતિ કરાવે છે. ઓટ્સમાં રહેલું ફાઈબર તત્વ કેલરી આપે છે અને જેનાથી ભૂખ શાંત થાય છે.

સવારે કેળાની સાથે ઓટ્સ બ્રેકફાસ્ટમાં લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

બ્લુબેરી

Image result for BLUE BERRY

જયારે પણ તમને ગળ્યું ખાવાનું  માન થાય ત્યારે બ્લુબેરી અવશ્ય ખાવો. બ્લુબેરીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેંટ રહેલું છે જે તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં પોટેશિયમ રહેલું છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.

આ ચાર વસ્તુને ખાવાથી તમે ચોક્કસથી ટેન્શનથી મુક્ત રહેશો.