Not Set/ ડબલ ઋતુના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો, આ 8 દેશી ઉપાય અજમાવશો તો થઇ જશે રાહત

આજકાલ ડબલ ઋતુએ ભલભલાના સ્વાસ્થને નરમ કરી દીધું છે. સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુએ પગરવ કરી દીધો છે પણ બપોરની ગરમીએ લોકોના શરીરને તોડી નાંખ્યું છે.શહેરોમાં વાઇરલ ફીવરના કેસો સામાન્ય થઇ ગયા છે.વાતાવરણમાં ફેરફાર થવાના કારણે હાલ બે ઋતુ જેવો માહોલ જોવા મળે છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણીપીણીની આદતો પણ બદલાય હોય છે. […]

Health & Fitness Lifestyle
ep ડબલ ઋતુના કારણે શરદી-ખાંસીથી પરેશાન છો, આ 8 દેશી ઉપાય અજમાવશો તો થઇ જશે રાહત

આજકાલ ડબલ ઋતુએ ભલભલાના સ્વાસ્થને નરમ કરી દીધું છે. સવારે ગુલાબી ઠંડી સાથે શિયાળાની ઋતુએ પગરવ કરી દીધો છે પણ બપોરની ગરમીએ લોકોના શરીરને તોડી નાંખ્યું છે.શહેરોમાં વાઇરલ ફીવરના કેસો સામાન્ય થઇ ગયા છે.વાતાવરણમાં ફેરફાર થવાના કારણે હાલ બે ઋતુ જેવો માહોલ જોવા મળે છે. તેમાં પણ તહેવારોના દિવસોમાં ખાણીપીણીની આદતો પણ બદલાય હોય છે. જેના કારણે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ છે.

બદલાતી ઋતુના કારણે લોકોને શરદી ઉધરસનો ચેપ પણ ઝડપથી લાગે છે. ખાંસીમાં છાતી, માથુ, પડખા, પાંસળા તથા લમણામાં દુઃખાવો થાય છે. અવાજ બેસી જાય, ગળું અને મોં સૂકાય છે. ખાંસી સૂકી હોવાથી કફ નીકળતો નથી અને તેનાથી દર્દીને અત્યંત તકલીફ થાય છે. આવા સમયમાં કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી સ્વાસ્થ્યને સુધારી શકાય છે. તો જાણી લો કઈ રીતે બચી શકાય છે બદલતી ઋતુમાં શરદી ખાંસીથી.

1.રોજ 10-15 તુલસીના પાન , 8-10 કાળી મરીની ચા બનાવીને પીવાથી ખાંસી, શરદીમાં રાહત થશે એટલું જ નહીં પણ ઝીણો તાવ આવતો હશે તો એ પણ ઠીક થઇ જશે.

2.પાકેલા સફરજનનો રસ કાઢી અને તેમાં સાકર અને આદુ ઉમેરી દરરોજ તેને પીવાથી રાહત મળશે.

3.રોજ સવારે ચા પીતા પહેલાં આદુ-મધ અને લીંબુનો રસ પીવાથી પણ ફેફ્સાના રોગમાં રાહત મળશે.

4.આમળાને સુકાવીને ચૂરણ બનાવીને તેમાં સમાન માત્રામાં સાકરનો પાવડર મિક્સ કરી લો. આ ચૂર્ણની એક ચમચી રોજ સવારે પાણી સાથે લેવી.

5.મધ અને ત્રિફળાને સમાન માત્રામાં મિક્સ કરી લેશો તો ખાંસીથી ઝડપથી છુટકારો મળશે.

6.પાણીને ગરમ કરીને તેમાં વીક્સ નાંખી તેનો નાસ લેવાથી પણ શરદીમાં રાહત થશે.

7.તુલસીના પાન ,મીઠું અને લવિંગને પાણીમાં ઉકાળીને આ પાણી ગાળીને હુંફાળું હોય ત્યારે પી લેવું. ખાંસીથી કાયમી રાહત મળશે.

8.દર ત્રણ કલાકે એક ચમચી માખણમાં વાટેલી સાકર ઉમેરી તેને ચાટી જવું. નાનાં બાળકો માટે આ ઉપાય અકસીર છે.