Lifestyle/ માતા બન્યા પછી 73 ટકા મહિલાઓ નોકરી કેમ છોડે છે? જાણો કારણો

ભારતમાં ૫૦ ટકા  વર્કિંગ વુમન માત્ર ૩૦ વર્ષની ઉંમરે પોતાના બાળકની સાર સંભાળ માટે નોકરી છોડી દે છે.

Tips & Tricks Lifestyle
નોકરી છોડી

ભારતમાં ૫૦ ટકા  વર્કિંગ વુમન માત્ર ૩૦ વર્ષની ઉંમરે પોતાના બાળકની સાર સંભાળ માટે નોકરી છોડી દે છે. અશોકા યુનિવર્સિટીના જેનપેક્ટ સેન્ટર ફોર વુમન્સ લીડરશીપ દ્વારા પ્રિડિકમેન્ટ ઓફ રીટર્નિંગ મધર્સ નામથી એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયુ છે કે, માતા બન્યા બાદ માત્ર ૨૭ ટકા મહિલાઓ જ પોતાની કારકિર્દીને આગળ વધારે છે. જ્યારે ૭૩ ટકા મહિલાઓ પોતાની નોકરી છોડી દેતી હોય છે.

આ રીપોર્ટ વર્કિંગ વુમન સામે ઉભા થતા પડકારો અંગે કરવામાં આવેલ અભ્યાસને આધારીત છે. રીપોર્ટમાં જણાવાયુ છે કે, ભારતમાં માત્ર ૧૬ ટકા મહિલાઓ જ પોતાની કારકિર્દીમાં સિનીયર લીડરશીપની ભૂમિકા મેળવી શકે છે. રીપોર્ટમાં  ઓફિસમાં મહિલા પુરુષ વચ્ચે થતા ભેદભાવની વાત પણ રજુ કરવામાં આવી છે.  રીપોર્ટ રજુ કરતા યુનિવર્સિટીના જેનપેક્ટ સેન્ટર ફોર વુમન લીડરશિપના ડાયરેક્ટર હરપ્રિત કૌરે જણાવ્યુ હતું કે, ભારતમાં વર્કફોર્સનો ઝુકાવ પુરુષો પ્રત્યે વધારે છે અને મહિલાઓ સાથે ભેદભાવ થાય છે.

પ્રેગનેન્સી,બાળકનો જન્મ, બાળકની સારસંભાળ, વૃદ્ધોની સારસંભાળ, પરિવારમાં સમર્થનનો અભાવ, ઓફિસનુ વાતાવરણ જેવી ઘણી બાબતો છે. જે મહિલાઓનો ગ્રોથ અટકાવે છે અને તેમને મોટો રોલ ભજવતા રોકે છે. રીપોર્ટમાં કોર્પોરેટ, મીડિયા સહિતના ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આવરી લેવામાં આવી છે.

આ પણ વાંચો :જો તમારે પાતળા થવું હોય તો આ 5 મસાલાને ડાયટનો ભાગ બનાવો, તમારું વજન ઝડપથી ઘટશે

આ પણ વાંચો :ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે કયા ખોરાકને ટાળવો જોઈએ, અહીં જાણો

આ પણ વાંચો :મનોવૈજ્ઞાનિક બનીને બનાવો બેસ્ટ કારકિર્દી..