Not Set/ ચોમાસામાં ડેન્ગ્યુના જાનલેવા મચ્છરોથી કેવી રીતે રહેશો સાવચેત

અમદાવાદ, લોકો આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જાતા હોય છે. તેમજ હાલ રાજ્યમાં વરસાદી સીઝન ચાલી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થોડા થોડા દિવસોના અંતરે પડી રહ્યો છે. જો કે, ચોમાસુ પોતાની સાથે અનેક પ્રકારની સમસ્યા પણ લાવતુ હોય છે.  જેમાં સૌથી મોટી સમસ્યા મચ્છરની સમસ્યા છે.  વરસાદની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. […]

Health & Fitness Lifestyle

અમદાવાદ,

લોકો આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જાતા હોય છે. તેમજ હાલ રાજ્યમાં વરસાદી સીઝન ચાલી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થોડા થોડા દિવસોના અંતરે પડી રહ્યો છે. જો કે, ચોમાસુ પોતાની સાથે અનેક પ્રકારની સમસ્યા પણ લાવતુ હોય છે.  જેમાં સૌથી મોટી સમસ્યા મચ્છરની સમસ્યા છે.  વરસાદની સીઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતો હોય છે. જેના કારણે ડેન્ગ્યુ જેવા રોગોનું પ્રમાણ પણ વધી જાય છે.

monsoon के लिए इमेज परिणाम

આવી સ્થિતિમાં ચોમાસામાં ડેન્ગ્યુથી પોતાને બચાવવા ખૂબ જ જરુરી છે. આ માટે કેટલીક સાવધાની જરુરી છે.જે મુજબ, ઘરની આસપાસ ખાડામાં પાણી ભરાયેલુ ન રહેવા દો, ફુલો સહિતની વસ્તુઓમાં પણ નિયમિત પાણી બદલવાનું રાખો. ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના મહાસચિવ કેકે અગ્રવાલે જણાવ્યુ હતું કે, માત્ર પથારી પર મચ્છરદાની લગાવીને ડેન્ગ્યુના રોગને અટકાવી શકાય તેમ નથી. કારણકે, ડેન્ગ્યુના મચ્છર રાત્રે નહીં પરંતુ દિવસે સક્રિય હોય છે.

संबंधित इमेज

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, દિવસભર તમે મચ્છરદાનીમાં રહો તો ડેન્ગ્યુથી બચી શકો છો પરંતુ તે કોઈ પણ માણસ માટે શક્ય નથી. ત્યારે તેનો એક માત્ર ઈલાજ એ છે કે, તમે ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થતા રોકો.  ઉપરાંત જ્યારે પણ બહાર નિકળો ત્યારે આખી બાંયના કપડા પહેરવાનુ રાખો.  તેમજ મચ્છર પ્રતિરોધક દવાનો ઉપયોગ કરવાનુ રાખો.

संबंधित इमेज

ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય રીતે રોગ લાગુ પડ્યાના પાંચમા કે સાતમા દિવસે સામે આવતા હોય છે. જેથી કરીને ડેન્ગ્યુ થાય તે પહેલા જ તેની નિયમિત તપાસ કરાવતુ રહેવુ જાઈએ. જા સતત તાવ, પેટમાં દુઃખાવો, ઉલટી થવી, ખાંસી આવવી, માનસિક તણાવ જેવી સમસ્યા દેખાતી હોય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.