રેસીપી/ ક્રીમ ઓફ ટોમેટો સૂપ આજે જ કરો તમારા ઘરે ટ્રાય, બનવવાની રીત…

ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમેટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે.

Food Lifestyle
ક્રીમ ઓફ ટોમેટો સૂપ

ટમેટાનો સુગંધી સ્વાદ અને તેમાં મેળવેલા મસાલા વડે આછી તીખાશવાળું આ ક્રીમ ઓફ ટોમેટો સૂપ ભારતીય જમણમાં પીરસી શકાય એવું મજેદાર તૈયાર થાય છે. ટમેટાની પ્યુરી સાથે બાફેલા ટમેટા અને મસાલા મેળવી બનતાં આ સૂપમાં તાજું ક્રીમ તેને વધુ મજેદાર બનાવે છે. તળેલા બ્રેડ ક્રૂટોન્સ્ સાથે આ  સૂપ  પીરસવાથી તમારી ભૂખ વધુ ઉગડી જશે તેની અમને ખાત્રી છે.

સામગ્રી

4 કપ ઝીણા સમારેલા પાકા ટમેટા
1 તમાલપત્ર
3 આખા કાળા મરી
1 1/2 ટેબલસ્પૂન માખણ
1 ટેબલસ્પૂન મેંદો
1/4 કપ ટમેટાની પ્યુરી
2 ટીસ્પૂન સાકર
મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર)
1 1/2 ટેબલસ્પૂન તાજું ક્રીમ

સજાવવા માટે

2 ટીસ્પૂન તાજું ક્રીમ

પીરસવા માટે

1/4 કપ તળેલા બ્રેડ ક્રૂટોન્સ્

બનાવવાની રીત

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ટમેટા સાથે 1 કપ પાણી ઉમેરી તેમાં તમાલપત્ર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 8 થી 10 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તે પછી તેમાંથી તમાલપત્ર કાઢી લો અને મિશ્રણને સંપૂર્ણ ઠંડું થવા દો.આ મિશ્રણને મિક્સરમાં ફેરવી સુંવાળું બનાવીને ગરણી વડે ગાળી લો.એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં મેંદો મેળવી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં ટમેટાનું મિશ્રણ, 1 કપ પાણી અને ટમેટાની પ્યુરી ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી રાંધી લો. છેલ્લે તેમાં સાકર, મીઠું, મરી અને તાજું ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. તાજા ક્રીમ વડે સજાવીને બ્રેડ ક્રૂટોન્સ્ સાથે પીરસો.

આ પણ વાંચો:તસવીરોમાં જુઓ સંસદની ખુશનુમા બપોરઃ ધનખર, મોદી, ખડગેએ એક જ ટેબલ પર બાજરીની વાનગીઓ ખાધી

આ પણ વાંચો:સવારના નાસ્તામાં ખાશો આ વસ્તુતો બચી જશો ડાયબિટીજથી

આ પણ વાંચો:જાણો, ફાટી ગયેલા દૂધથી થતા ફાયદાઓ