Not Set/ દિવાળીએ વાનગી બનાવતા સમયે કંઈ કંઈ વસ્તુઓનું રાખશો ધ્યાન, અહીં જાણી લો

અમદાવાદ. દિવાળી પર દરેક સ્ત્રી પોતા ઘરે અવનવી વાનગીઓ બનવતી હોય છે. એ માટે આજે અમે તમને જણાવીએ કઈ રીતે દિવાળી રેસીપી બનાવતી વખતે કઈ વસ્તુઓ ધ્યાન રાખવું જોઈએ જેથી તેમાં રેસીપી સારી બની શકે. અહીં જાણો દિવાળીની વાનગીઓ બનાવતી વખતે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવા જો તમે ઘૂઘરાં, શક્કરપાળા જેવી વાનગી બનાવી રહ્યા છો […]

Lifestyle
ghu દિવાળીએ વાનગી બનાવતા સમયે કંઈ કંઈ વસ્તુઓનું રાખશો ધ્યાન, અહીં જાણી લો

અમદાવાદ.

દિવાળી પર દરેક સ્ત્રી પોતા ઘરે અવનવી વાનગીઓ બનવતી હોય છે. એ માટે આજે અમે તમને જણાવીએ કઈ રીતે દિવાળી રેસીપી બનાવતી વખતે કઈ વસ્તુઓ ધ્યાન રાખવું જોઈએ જેથી તેમાં રેસીપી સારી બની શકે.

અહીં જાણો દિવાળીની વાનગીઓ બનાવતી વખતે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવા

જો તમે ઘૂઘરાં, શક્કરપાળા જેવી વાનગી બનાવી રહ્યા છો તો આ વાનગી બનાવતી વખતે ધ્યાનમાં રાખ્યું કે જો તમે બનાવતી વખતે ઘી નું મોણ વાપરશો તો આ વાનગી વધુ ક્રિસ્પી બનશે.

ચકલી બનાવતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે ચકલીનો લોટ પ્રમાણસર પલાળવો જો લોટ વધુ ઘટ્ટ શકે કે પછી પાતળું થઇ જશે તો ચકલી કુરકુરી નહીં થાય

પાતળા પૌઆનો ચેવડો બનવાતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો. તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો ત્યાર પછી જ પૌઆ તેમાં નાખો અને પૌઆ સારી રીતે વધારમાં મિક્સ કર્યા પછી ધીમા તાપ પર મુકેને હલાવતા રહો.

જો તમે ઘૂઘરાં બનાવી રહ્યા છો તો ધૂધરાં બનાવો ત્યારે લૂંઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી તેની પર ચોખાનો લોટ અને ઘી નું મિશ્રણ લગાવી તેનો રોલ વાળી લો અને તેના લૂંઆ બનાવી પછી તેની પૂરી વણીવી અને તેના ઘૂંઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂંઘરા બનાવવાથી ઘૂઘરાંનુ પડ ક્રિસ્પી બને છે.

આ દિવાળીએ તમે ભાખરવડી બનવાનું વિચારી રહ્યા છો તો જણાવીએ કે ભાખરવડી બનવતી વખતે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખવું નહી તો તળતી વખતે તૂટી જશે

તમને ચેવડો બનાવો હોય ત્યારે ધ્યાનમાં રાખવું કે ચેવડો કરતી વખતે વઘારમાં બને તેટલું ઓછુ તેલ વાપરવુ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ અને ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.

જો તમે ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ બનાવવાનું વિચારો છો તો આવી વાનગી બનાવતી વખતે જયારે પણ તળતવામાં ઘી માં તૂટે તો તેમા થોડો મેંદો મિક્સ કરવો જોઈએ જેથી એ તૂટશે નહિ.

.