Not Set/ ફરાળી રેસીપી: આ નવરાત્રીએ તમારા ઘરે કરો ટ્રાય સક્કરકંદનો હલવો

સામગ્રી 2 કપ બાફી , છોલીને છૂંદેલો સક્કરકંદ થોડા કેસરના રેસા 1/4 ટીસ્પૂન એલચીનો પાવડર 2 ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો 1 ટેબલસ્પૂન હુંફાળુ દૂધ 1 ટીસ્પૂન ઘી 3/4 કપ દૂધ 1/2 કપ સાકર બનવવાની રીત  એક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર મૂકી રાખો ત્યાર પછી એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ […]

Lifestyle
halvo ફરાળી રેસીપી: આ નવરાત્રીએ તમારા ઘરે કરો ટ્રાય સક્કરકંદનો હલવો

સામગ્રી

2 કપ બાફી , છોલીને છૂંદેલો સક્કરકંદ

થોડા કેસરના રેસા

1/4 ટીસ્પૂન એલચીનો પાવડર

2 ટેબલસ્પૂન સમારેલો સૂકો મેવો

1 ટેબલસ્પૂન હુંફાળુ દૂધ

1 ટીસ્પૂન ઘી

3/4 કપ દૂધ

1/2 કપ સાકર

બનવવાની રીત 

એક નાના બાઉલમાં કેસર અને હુફાળું દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર મૂકી રાખો ત્યાર પછી એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરી તેમાં સક્કરકંદ મેળવી મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં દૂધ, 1/2 કપ પાણી, સાકર અને એલચીનો પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 2 થી 3 મિનિટ સુધી અથવા મિશ્રણ બહુ સૂકો ન બને અને નરમ રહે ત્યાં સુધી તે રીતે સતત હલાવતા રહી રાંધી લો.

પેનને તાપ પરથી નીચે ઉતારી તેમાં કેસર-દૂધનું મિશ્રણ અને સૂકો મેવો મેળવી સારી રીતે મિક્સ કરી લો. તરત જ પીરસો.