Not Set/ મૅન્ગો ફાલુદા બનાવવાની રીત

સામગ્રી 2 કપ મોટી સમારેલી કેરી 10 ટેબલસ્પૂન સમારેલી કેરી સ્કુપ મેન્ગો આઇસક્રીમ 2 ટેબલસ્પૂન સાકર 10 ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ 10 ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં 1 2/4 કપ ઠંડું દૂધ બનાવવાની રીત  મોટી સમારેલી કેરી અને સાકર ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. પીરસતા પહેલા, એક મોટા ગ્લાસમાં 1/4 કપ તૈયાર કરેલું કેરીનું પલ્પ રેડી, તેની ઉપર 2ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ ઉમેરો. […]

Food Lifestyle
mahiyu મૅન્ગો ફાલુદા બનાવવાની રીત

સામગ્રી

2 કપ મોટી સમારેલી કેરી
10 ટેબલસ્પૂન સમારેલી કેરી
સ્કુપ મેન્ગો આઇસક્રીમ
2 ટેબલસ્પૂન સાકર
10 ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ
10 ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં
1 2/4 કપ ઠંડું દૂધ

બનાવવાની રીત 

મોટી સમારેલી કેરી અને સાકર ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો. પીરસતા પહેલા, એક મોટા ગ્લાસમાં 1/4 કપ તૈયાર કરેલું કેરીનું પલ્પ રેડી, તેની ઉપર 2ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ ઉમેરો.

તે પછી તેમાં 2 ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં અને 1 ટેબલસ્પૂન સમારેલી કેરીના ટુકડા ઉમેર અંતમાં તેમાં 1/4 કપ દૂધ, 1 સ્કુપ મેન્ગો આઇસક્રીમ અને ફરી તેની ઉપર 1 ટેબલસ્પૂન સમારેલી કેરી ઉમેરો.

રીત ક્રમાંક 2 થી 4 પ્રમાણે બીજા ૪ ગ્લાસ તૈયાર કરો. તરત જ પીરસો.