Not Set/ બ્લડપ્રેશર અને બ્લડસુગરનું પ્રમાણ ટકાવી રાખે તો આ પ્રકારની કિડનીને લગતી સમસ્યાથી બચી શકાય…

દેશમાં કિડનીને લગતી સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ પ્રકારની સમસ્યાઓ અંગે જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો કિડનીની કાર્યક્ષમતા પર ગંભીર અસર થઈ શકે છે જેથી કિડની ફેલ થવાની પણ શક્યતા રહેલી છે. જો કિડની ફેલ થાય તો તમારે ડાયાલિસીસ પર નિર્ભર રહેવું પડે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી શકે છે. […]

Health & Fitness Lifestyle
kidney stock બ્લડપ્રેશર અને બ્લડસુગરનું પ્રમાણ ટકાવી રાખે તો આ પ્રકારની કિડનીને લગતી સમસ્યાથી બચી શકાય...

દેશમાં કિડનીને લગતી સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે. આ પ્રકારની સમસ્યાઓ અંગે જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો કિડનીની કાર્યક્ષમતા પર ગંભીર અસર થઈ શકે છે જેથી કિડની ફેલ થવાની પણ શક્યતા રહેલી છે. જો કિડની ફેલ થાય તો તમારે ડાયાલિસીસ પર નિર્ભર રહેવું પડે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર પડી શકે છે.

Image result for kidneys

ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (આઈએમએ)ના નિવેદનમાં જણાવ્યા મુજબ, ડાયાબિટીશ અને હાઈપરટેન્સન જેવી સમસ્યાઓ કિડનીની લગતી તકલીફો માટે મુખ્ય કારણભૂત છે. હાઈબ્લડપ્રેશર  અને હાઈબ્લડસુગર પર નિયંત્રણ લાવવાથી કિડની સાથે સંકળાયેલ 50 ટકા કેસોમાંથી બચી શકાય છે. આ પ્રકારના કેસોથી વ્યક્તિના જીવને પણ જોખમ રહેલું છે. સામાન્ય રીતે કિડનીને લગતી પ્રાથમિક સમસ્યાઓ ઝડપથી લોકોની નજરમાં આવતી નથી. તેના લક્ષણો ખૂબ જ ધીમે-ધીમે વિકસતા હોય છે. બ્લડ અથવા યુરિન ટેસ્ટ કરાવવાથી આ બાબત જાણી શકાય છે.જોકે, ભારતમાં મોટાભાગના વ્યક્તિઓ નિયમિત બ્લડ કે યુરિન ટેસ્ટ કરાવતા હોતા નથી. જેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડતા હોય છે.

આ અંગે આઈએમએના મહાસચિવ કેકે અગ્ર્રવાલે  જણાવ્યું હતું કે, ક્રોનિક કિડનીનો રોગ એ એક એવો છુપો રોગ છે જે વ્યક્તિના ધ્યાનમાં આવ્યા વિના વ્યક્તિના શરીર તંત્રને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો વ્યક્તિ પોતાનું બ્લડપ્રેશર અને બ્લડસુગરનું પ્રમાણ 80 પર ટકાવી રાખે તો આ પ્રકારની કિડનીને લગતી સમસ્યાથી બચી શકે છે. આ ઉપરાંત વજનનું સંતુલન જાળવી રાખવું, દર વર્ષે કિડનીની તપાસ કરાવવી, નિયમિત બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરાવવા જેવા અગાઉ ચેતીના પગલાથી પણ કિડનીને લગતી સમસ્યાથી બચી શકાય છે.