Not Set/ હરિયાળી રોટી આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી 1 કપ મેંદો 1/2 કપ ચણાનો લોટ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલો ફૂદીનો 1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 1/4 ટીસ્પૂન હળદર 1/4 કપ દૂધ મીઠું  (સ્વાદાનુસાર) ઘઉંનો લોટ   (વણવા માટે) તેલ  (રાંધવા માટે) બનાવવાની રીત એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના8 સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને 125 […]

Food Lifestyle
mahiyauj 1 હરિયાળી રોટી આજે જ કરો તમારા ઘરે ટ્રાય

સામગ્રી

1 કપ મેંદો
1/2 કપ ચણાનો લોટ
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલો ફૂદીનો
1 ટેબલસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
1/4 ટીસ્પૂન હળદર
1/4 કપ દૂધ
મીઠું  (સ્વાદાનુસાર)
ઘઉંનો લોટ   (વણવા માટે)
તેલ  (રાંધવા માટે)

બનાવવાની રીત

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો. આ કણિકના8 સરખા ભાગ પાડો.કણિકના એક ભાગને 125 મી. મી. (5) ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.

આ વણેલા ભાગને સિગાર જેવો ગોળ આકાર બનાવી લીધા પછી તેને જલેબી જેવો ગોળ આકાર આપી હલકે હાથે દબાવી લો.તેને ફરી 100 મી. મી. (4)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.

એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેમાં થોડા તેલની મદદથી આ રોટીને તેની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક 3 થી 66 પ્રમાણે બીજી 7 રોટી પણ તૈયાર કરી લો.તરત જ પીરસો.