Not Set/ કોબીમાંથી બનાવો આ અનોખી વાનગી કોબી નું થોરણ

સામગ્રી 3 કપ પાતળી લાંબી સમારેલી કોબી 1 1/2 ટીસ્પૂન તેલ 1 ટેબલસ્પૂન અડદની દાળ 3/4 કપ ઝીણા સમારેલા કાંદા 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં 6 કડી પત્તા 2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર મીઠું (સ્વાદાનુસાર) બનાવવાની રીત એક કઢાઇ તેલ ગરમ કરી તેમાં અડદની દાળ મેળવી, મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ અથવા દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં કાંદા, લીલા […]

Food Lifestyle
22222 કોબીમાંથી બનાવો આ અનોખી વાનગી કોબી નું થોરણ

સામગ્રી

3 કપ પાતળી લાંબી સમારેલી કોબી
1 1/2 ટીસ્પૂન તેલ
1 ટેબલસ્પૂન અડદની દાળ
3/4 કપ ઝીણા સમારેલા કાંદા
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
6 કડી પત્તા
2 ટેબલસ્પૂન ખમણેલું નાળિયેર
મીઠું (સ્વાદાનુસાર)

બનાવવાની રીત

એક કઢાઇ તેલ ગરમ કરી તેમાં અડદની દાળ મેળવી, મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ અથવા દાળ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં કાંદા, લીલા મરચાં અને કડી પત્તા મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી સાંતળી લો.

પછી તેમાં નાળિયેરનું ખમણ મેળવી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો. તેમાં કોબી અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 4 થી 5 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ગરમ ગરમ પીરસો.