રેસીપી/ ઉનાળામાં આ રીતે ઘરે બનાવી શકો છો મેથીયા કેરી, કાચી કેરીનું અથાણું

ઉનાળામાં કેરી માંથી અવનવી વાનગી બનાવી શકાય છે જેમ કે કેરીનું શાક, રસ,આઈસ્ક્રીમ વગેરે બનાવી શકાય છે અને આજે આપને જણાવીશું કે કેરીમાંથી મેથીયા કેરી, કાચી કેરીનું અથાણું  કઈ રીતે બનાવી શકાય.

Lifestyle
mkm e1526539487631 ઉનાળામાં આ રીતે ઘરે બનાવી શકો છો મેથીયા કેરી, કાચી કેરીનું અથાણું

ઉનાળામાં કેરી માંથી અવનવી વાનગી બનાવી શકાય છે જેમ કે કેરીનું શાક, રસ,આઈસ્ક્રીમ વગેરે બનાવી શકાય છે અને આજે આપને જણાવીશું કે કેરીમાંથી મેથીયા કેરી, કાચી કેરીનું અથાણું  કઈ રીતે બનાવી શકાય.

સામગ્રી

૧ ૧/૨ કપ કાચી કેરીના ટુકડા

૨ ટેબલસ્પૂન  આખું મીઠું

૧/૪ ટીસ્પૂન હળદર

૩/૪ કપ રાઈનું તેલ

૧/૪ કપ માંથીના કુરિયા

૧/૪ કપ રાઈના કુરિયા

૫ ટેબલસ્પૂન લાલ મરચું પાવડર

૧ ૧/૨ ટીસ્પૂન હિંગ

૧/૨ ટીસ્પૂન હળદર

બનાવવાની રીત 

એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો.

હવે એક મોટી સપાટ પ્લેટ પર મલમલનું કપડું મૂકી તેની પર કેરીના ટુકડા સરખી રીતે પાથરી તેને ૧ કલાક માટે પંખા નીચે અથવા તડકામાં સૂકી કરીને બાજુ પર રાખો.

આટલું કર્યા બાદ

એક નાના પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલને ઊંચા તાપ પર 2 થી 3  મિનિટ સુધી અથવા તેલની સુગંધ આવે ત્યાં સુધી ગરમ કરી લો. હવે તેને ઠંડું થવા દો.

હવે એક ઊંડા બાઉલમાં બધી બાકીની સામગ્રી ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.

હવે સૂકવેલા કેરીના ટુકડા આ મિશ્રણમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.

હવે રાઇનું તેલ કાચી કેરીના મિશ્રણ પર રેડો અને સારી રીતે મિક્સ કરી લો.

આ તૈયાર થયેલા અથાણાને હવાબંધ બરણીમાં પૅક કરી રૂમ તાપમાન પર 2 દિવસ સુધી રાખી મૂકો અને પછી તેનો સંગ્રહ રેફ્રીજરેટરમાં કરવો.

આ પણ વાંચો:ગરમીથી બચવા અને હીટ સ્ટ્રોક હૃદયને હેલ્ધી રાખવા માટે આ વસ્તુ ખાવ

આ પણ વાંચો: આ કારણોથી બાળકોને પણ થઇ શકે છે હાઈ બીપીની સમસ્યા

આ પણ વાંચો:શા માટે બે બ્રેસ્ટ ની સાઈઝ સમાન નથી હોતી?

આ પણ વાંચો:કેવી રીતે પોતાના માટે યોગ્ય યોગ ની પસંદગી કરવી? વાંચો એહવાલ.