Not Set/ આવા ધખધખતા તાપમાં ઘરે બનાવીલો કેરી બાફલો તમને લૂ લાગવાથી બચાવશે

ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી ત્યારે ત્યારે આ ધખધખતા તાપમાં જો ઘરે જ કેરી બાફલો  મળી જાય તો મજા આવી જાય અને સાથે સાથે ઘરે બનાવેલ હેલ્દી કેરી બાફલો પીવામાં આવે તેનાથી આ ગરમીમાં ઘણી રાહત મળે છે.  સામગ્રી 100 ગ્રામ કાચી કેરી 100 ગ્રામ ગોળ 1/4 ટી સ્પૂન ક્રશ કરેલું જીરૂં સ્વાદાનુસાર […]

Lifestyle
mhujj આવા ધખધખતા તાપમાં ઘરે બનાવીલો કેરી બાફલો તમને લૂ લાગવાથી બચાવશે

ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી ત્યારે ત્યારે આ ધખધખતા તાપમાં જો ઘરે જ કેરી બાફલો  મળી જાય તો મજા આવી જાય અને સાથે સાથે ઘરે બનાવેલ હેલ્દી કેરી બાફલો પીવામાં આવે તેનાથી આ ગરમીમાં ઘણી રાહત મળે છે.

 સામગ્રી

100 ગ્રામ કાચી કેરી
100 ગ્રામ ગોળ
1/4 ટી સ્પૂન
ક્રશ કરેલું જીરૂં સ્વાદાનુસાર

બનાવવાની રીત

સૌપ્રથમ કેરીની છાલ કાઢી લો. ત્યારબાદ તેને બાફવા મૂકી દો. કેરી બફાઇ જાય પછી તેના પલ્પને અલગ કરી દો. એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું. તેમાં ગોળનો ભૂકો ઓગાળવો. ત્યારબાદ કેરીનો પલ્પ ઉમેરો અને હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો. તેમાં સ્વાદાનુસાર મીઠું અને ખાંડેલું જીરૂં ઉમેરો. બાફલો તૈયાર…આપને જો તડકામાં ફરવાનું હોય તો બાફલો સાથે રાખો તેનાથી લૂ નથી લાગતી અને તેમને તેનાથી આવી ગરમીમાં રાહત પણ મળશે.

Image result for કેરીનો બાફલો