Not Set/ માંનુ દૂધ બાળક માટે હોય છે ફાયદાકારક…

અમદાવાદ, માંના દૂધના ફાયદાથી દરેક વ્યક્તિ પરિચીત છે. તેમ છતાં મહિલાઓ બાળકોને પોતાનું દૂધ આપવાની જગ્યાએ, બજારનું પાવડરવાળુ દૂધ આપે છે. માતાના દૂધના અન્ય ફાયદાઓ બતાવતા સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનીસેફ)ના પોષણ પ્રમુખ વર્નર સ્કુલ્ટિંકે જણાવ્યું કે, બાળકોને માતાનું દૂધ આપવાથી તેને જીવનભર લાભ મળે છે. આવા બાળકોમાં બિમારીઓથી બચવાની ક્ષમતા વધુ હોય છે. સાથે […]

Health & Fitness Lifestyle
gw માંનુ દૂધ બાળક માટે હોય છે ફાયદાકારક...

અમદાવાદ,

માંના દૂધના ફાયદાથી દરેક વ્યક્તિ પરિચીત છે. તેમ છતાં મહિલાઓ બાળકોને પોતાનું દૂધ આપવાની જગ્યાએ, બજારનું પાવડરવાળુ દૂધ આપે છે. માતાના દૂધના અન્ય ફાયદાઓ બતાવતા સંયુક્ત રાષ્ટ્ર બાળ કોષ (યુનીસેફ)ના પોષણ પ્રમુખ વર્નર સ્કુલ્ટિંકે જણાવ્યું કે, બાળકોને માતાનું દૂધ આપવાથી તેને જીવનભર લાભ મળે છે. આવા બાળકોમાં બિમારીઓથી બચવાની ક્ષમતા વધુ હોય છે. સાથે જ, બાળકોમાં મગજ પણ વધુ હોય છે. તેમણે જણાવ્યું કે, માતાનું દૂધ (સ્તનપાન)બાળકો માટે સૌથી સારામાં સારુ ભોજન છે.

Image result for Breastfeeding

આમાં કાર્બોહાઈડ્રેટ, વસા, પ્રોટીન જેવા તત્વ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, માતાનું દૂધ પીનાર બાળકોને બાળપણમાં નિમોનિયા જેવી બિમારી થવાની સંભાવના નથી હોતી. મોટા થયા બાદ પણ તેમનામાં મેદસ્વીતા અથવા ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો ઓછો હોય છે. સૌથી મોટી વાત એ છે કે, માતાનું દૂધ પીતા બાળકોની માનસિક ક્ષમતા અન્ય પ્રકારના બાળકોથી સારી હોય છે.

Image result for Breastfeeding

તેમણે જણાવ્યું કે, બાળકોને માતાનું દૂધ પીવડાવવાનો ફાયદો બાળકોની સાથે-સાથે માતાને પણ થાય છે. બાળકોને પોતાનું દૂધ આપનારી મહિલાઓમાં સ્તન કેન્સરનો ખતરો ઘટી જાય છે. સ્તનપાનના આવા તથા અન્ય કેટલાક લાભોની જાણકારી સંશોધન પત્રિકા ધ લેંસેટમાં પ્રકાશિત કરવામાં આવી છે.