Not Set/ વાળ સફેદ થતાં અટકાવવા છે, આટલાં પ્રયોગ કરી જુઓ

અત્યારે દરેક વ્યક્તિ વારંવાર પોતાના માથાના વાળ સમય પહેલા સફેદ થઈ જવાને લઈ ચિંતિત રહેતી હોય છે. દરેક વ્યક્તિ એવુ જ ઈચ્છતી હોય છે કે તે તેના માથાના વાળ ક્યારેય સફેદ ન થાય. જા તમે પણ એવુ વિચારો છો કે સફેદ વાળોનો સંબંધ વૃદ્ધાપણાથી હોય છે તો એવુ નથી હોતુ આ કોઈપણ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. […]

Lifestyle
hair વાળ સફેદ થતાં અટકાવવા છે, આટલાં પ્રયોગ કરી જુઓ

અત્યારે દરેક વ્યક્તિ વારંવાર પોતાના માથાના વાળ સમય પહેલા સફેદ થઈ જવાને લઈ ચિંતિત રહેતી હોય છે. દરેક વ્યક્તિ એવુ જ ઈચ્છતી હોય છે કે તે તેના માથાના વાળ ક્યારેય સફેદ ન થાય. જા તમે પણ એવુ વિચારો છો કે સફેદ વાળોનો સંબંધ વૃદ્ધાપણાથી હોય છે તો એવુ નથી હોતુ આ કોઈપણ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. આ ઉપરાંત સફેદ વાળ આવવાનુ કારણ તણાવ, ચિંતા, અયોગ્ય ખોરાક, વારસાગત જેવા ઘણા કારણો પણ હોઈ શકે છે.

આ ઉપરાંત વારંવાર વાળમાં કરવામાં આવતો કલર પણ આ માટેનુ મુખ્ય કારણ બની શકે છે.  જો તમે તમારા વાળ સફેદ થતા અટકાવવા માંગો છો તો કેટલાક ઘરઘ્થ્થું ઉપચાર કરવાથી તમે આનાથી છુટકારો મેળવી શકો છો.

જેમ કે, આંબળા વાળ માટે ખૂબ જ ઉપયોગી ગણવામાં આવે છે અને આ જ આંબળા તમારા વાળને સફેદ થતા અટકાવવામાં પણ મદદરુપ સાબિત થઈ શકે છે, આંબળાનું શેમ્પુ અથવા તેલની પ્રોડક્ટ માથામાં લગાવવુ લાભદાયક બની  શકે છે. આ ઉપરાંત ડુંગળી પણ આ સમસ્યામાંથી તમને દૂર રાખી શકે છે.  ડુંગળી ખરતા વાળને રોકવામાં તેમજ સફેદ વાળ આવતા રોકવામાં મદદરુપ થાય છે.  જ્યારે મહેંદી પણ સફેદ વાળો માટે ઘણી ફાયદાકારક રહે છે, જે સફેદ વાળમાંથી છુટકારો અપાવે છે.

જો તમે મહેંદી લગાવો છો. તો તેમાં હવેથી એરંડાનુ તેલ અને લીંબુનો રસ પણ મિશ્રણ કરવાનું રાખો અને ત્યારબાદ તે એક કલાક સુધી તમારા માથામાં લગાવેલ રાખો ત્યારબાદ તેને શુદ્ધ પાણીથી ધોઈ દો. લાંબા ગાળે આ તમારા સફેદ થતા વાળને અટકાવવામાં મદદરુપ થશે.

આ ઉપરાંત તેલના બીજ પણ સફેદ થતા વાળને અટકાવવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. થોડાક તલના બીજનો પાવડર બનાવી તેને બદામના તેલમાં મિક્સ કરી તેને માથામાં લગાવવાથી લાંબા ગાળે સફેદ થતા વાળને અટકાવવામાં મદદરુપ બની શકે છે.