Not Set/ સવારે નાસ્તામાં ટ્રાય હેલ્ધી અને ટેસ્ટી ‘મગના ચિલ્લા’

મગના ચિલ્લા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવશે. જો કે ખાસ વાત એ પણ છે કે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તેથી સવારનો નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો ચાલો જોઈ લઈએ તેની  રેસીપ.

Food Lifestyle
a 67 સવારે નાસ્તામાં ટ્રાય હેલ્ધી અને ટેસ્ટી 'મગના ચિલ્લા'

મગના ચિલ્લા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવશે. જો કે ખાસ વાત એ પણ છે કે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તેથી સવારનો નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો ચાલો જોઈ લઈએ તેની  રેસીપ.

સામગ્રી

2 કપ ચણાનો લોટ
1 કપ ફણગાવેલા મગ
મીઠું સ્વાદઅનુસાર
1/2 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી મરચું
4  ચમચા દહીં
પા ચમચી અજમો
પા ચમચી હળદર
5 નંગ સમારેલાં લીલાં મરચાં
3 ચમચા સમારેલી કોથમીર
સમારેલી ડુંગળી- 1 નંગ
3 નંગ સમારેલાં ટામેટાં
1/5 ચમચી લીંબુનો રસ
તેલ- તળવા માટે

બનાવવાની રીત

પહેલા તો તમે  એક બાઉલમાં લો તેમાં ચણાનો લોટ, મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, મરચું, અજમો, હળદર, સમારેલાં અડધા ભાગના લીલા મરચાં, કોથમીર, ડુંગળી અને દહીં નાખી મિક્સ કરો.

હવે આ મિક્સમાં જરૂર પૂરતું પાણી ઉમેરી પૂડલા માટેનું ખીરું તૈયાર કરી લો.

ત્યારબાદ બીજા બાઉલમાં ફણગાવેલા મગ લઇ તેમાં ટામેટાં, બાકીના લીલાં મરચાં, કોથમીર, મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ ભેળવો.

હવે લોઢી ગરમ કરી તેના પર સહેજ તેલ મૂકો. ત્યારબાદ એક ચમચો ખીરું રેડી તેની આસપાસ ચમચીથી તેલ મૂકો અને તે આછા બ્રાઉન રંગના શેકો.

આ જ પ્રમાણે બીજી તરફ પણ શેકો. એક બાજુએ સ્ટફિંગ મૂકી બંને બાજુએથી વાળી દઇ ગરમ ગરમ જ સર્વ કરો.