Not Set/ ચોખા અને કાકડીની પેનકેક, બનાવવાની રીત

સામગ્રી 1/2 કપ ચોખાનો લોટ 1/4 કપ ખમણેલી કાકડી 1/4 કપ છોલીને ખમણેલા બટાટા 2 ટેબલસ્પૂન ચણાનો લોટ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર 2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું (સ્વાદાનુસાર) તેલ (ચોપડવા માટે અને રાંધવા માટે) બનાવવાની રીત  એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે 1 1/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે એક નોન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડીને તેની પર […]

Food Lifestyle
mahi tty e1532173531573 ચોખા અને કાકડીની પેનકેક, બનાવવાની રીત

સામગ્રી

1/2 કપ ચોખાનો લોટ
1/4 કપ ખમણેલી કાકડી
1/4 કપ છોલીને ખમણેલા બટાટા
2 ટેબલસ્પૂન ચણાનો લોટ
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું (સ્વાદાનુસાર)
તેલ (ચોપડવા માટે અને રાંધવા માટે)

બનાવવાની રીત 

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે 1 1/4 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે એક નોન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડીને તેની પર એક ચમચા જેટલું ખીરૂ રેડીને, તેને ગોળકારમાં ફેરવી 125 મી. મી. (5) વ્યાસનો જાડો ગોળકાર પૅનકેક બનાવો.

થોડા તેલની મદદથી પેનકેક કરકરો અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. આ જ રીતે બાકી રહેલા ખીરા વડે વધુ 3 પૅનકેક તૈયાર કરો.

તરત જ પીરસો.