Not Set/ સોમવારે સોમવતી અમાસ, આટલું કરશો તો થઇ જશે બેડોપાર

હિન્દુ ધર્મમાં મહત્વ ધરાવતી સોમવતી અમાસ ૧૬ એપ્રિલના સોમવારે છે ત્યારે શ્રધ્ધાળુઓ ઉપવાસ અને પુજા માટે તૈયાર થઇ ગયા છે.આખા વર્ષની એક માત્ર સોમવતી અમાસ માત્ર1.07 કલાકની જ હોવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે. સોમવતી અમાસે ભગવાન શિવ અને પીપળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. દરમિયાન પિતૃઓના નામ લઇને પીપળાને કાચું દૂધ, પાણી, કાળા તલ, લવિંગ ચઢાવવું શુભદાયી […]

Lifestyle
16 સોમવારે સોમવતી અમાસ, આટલું કરશો તો થઇ જશે બેડોપાર

હિન્દુ ધર્મમાં મહત્વ ધરાવતી સોમવતી અમાસ ૧૬ એપ્રિલના સોમવારે છે ત્યારે શ્રધ્ધાળુઓ ઉપવાસ અને પુજા માટે તૈયાર થઇ ગયા છે.આખા વર્ષની એક માત્ર સોમવતી અમાસ માત્ર1.07 કલાકની જ હોવાને કારણે તેનું મહત્વ વધી ગયું છે.

Image result for somvati amavasya 2018

સોમવતી અમાસે ભગવાન શિવ અને પીપળાની વિશેષ પૂજા કરવામાં આવે છે. દરમિયાન પિતૃઓના નામ લઇને પીપળાને કાચું દૂધપાણીકાળા તલલવિંગ ચઢાવવું શુભદાયી માનવામાં આવે છે.

Image result for somvati amavasya 2018

સોમવતી અમાસ શ્રાદ્ધપિતૃશાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.સોમવતી અમાસના દિવસે પીપળાની ચારેય તરફ 108 વખત દોરો વીટીને પરિક્રમા કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને આરોગ્ય પણ સારૂ રહે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.

Image result for somvati amavasya 2018

સોમવતી અમાસના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું. ત્યારબાદ પીપળના વૃક્ષમાં એક તાંબાના લોટાથી જળ અર્પિત કરી સાત પરિક્રમા કરવી. તેનાથી તમામ ગ્રહ દોષો શાંત થાય છે. ગ્રહોની પીડામાંથી છૂટકારો મળે છે. તમામ સુખોની પ્રાપ્તિ થાય છે અને ધન સંપદામાં વધારો થાય છે.

Image result for somvati amavasya 2018

ધન હાની કે બિઝનસ સારો નથી ચાલી રહ્યો અથવા નોકરીમાં પદોન્નતિ નથી થઈ રહી તો સોમવતી અમાસના દિવસે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે લોટના સાત દિવા બનાવી તેમાં સરસિયાનું તેલ ભરી, પીપળની 21 પ્રદક્ષિણા કરો અને પાછળ જોયા વિના ચૂપચાપ ઘરે જતા રહેવાથી શીઘ્ર શુભ સમાચાર મળશે

Related image

આ વર્ષે સોમવતી અમાસ અશ્વિની નક્ષત્રમાં આવે છે. અશ્વિની નક્ષત્ર કેતુનું નક્ષત્ર છે, જે અભાવ પેદા કરે છે. આ યોગો સારા સંકેતો આપતા નથી. મંગળ પણ 2 મેથી મકર રાશિમાં ઉચ્છનો થાય છે, જે છ મહિના સુધી ઉચ્ચનો રહેશે. આ સમય દરમિયાન યુદ્ધ જેવા સંકેતો બનશે.