Not Set/ હવે આ ઊંટમાં બનતી નેનોબોડીઝથી કોરોના સામે મળશે રક્ષણ..જાણો

આ નેનોબોડીઝ પ્રોટીનમાંથી બને છે. વાઈરસ સામે લડતું આ પ્રોટીન કોરોના પીડિતોના નાકમાં સ્પ્રે તરીકે ઈન્જેક્ટ કરવામાં આવે છે

Health & Fitness Lifestyle
1 8 હવે આ ઊંટમાં બનતી નેનોબોડીઝથી કોરોના સામે મળશે રક્ષણ..જાણો

કોરોના  કોરોનાને ડામવા માટે વેક્સિન સાથે વૈજ્ઞાનિકો નવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકામાં જોવા મળતાં ‘લામા’ ઊંટના શરીરની નેનોબોડીઝ કોરોના સામે લડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ નેનોબોડીઝ પ્રોટીનમાંથી બને છે. વાઈરસ સામે લડતું આ પ્રોટીન કોરોના પીડિતોના નાકમાં સ્પ્રે તરીકે ઈન્જેક્ટ કરવામાં આવે છે. આ નેનોબોડીઝ એક પ્રકારની એન્ટિબોડીઝ જ છે.

રિસર્ચ કરનાર ઈંગ્લેન્ડની રોઝાલિંડ ફ્રેંક્લિન ઈન્સ્ટિટ્યુટના સંશોધકના જણાવ્યા પ્રમાણે, આ અમેરિકન ઊંટમાં બનતી નેનોબોડીઝ કોરોનાના જુદા જુદા વેરિઅન્ટ સામે લડી શકે છે. કોરોનાથી સંક્રમિત પશુઓમાં આ નેનોબોડીઝ ઈન્જેક્ટ કરવા પર તેમનાં લક્ષણો ઓછાં થતાં જોવાં મળ્યાં છે. આ નેનોબોડીઝ લેબમાં મોટા પાયે તૈયાર કરી શકાય છે. માણસો માટે એન્ટિબોડીઝના સોર્સ તરીકે તે સરળ વિકલ્પ સાબિત થઈ શકે છે.

સ્પાઈક પ્રોટીન ઈન્જેક્ટ

2 11 હવે આ ઊંટમાં બનતી નેનોબોડીઝથી કોરોના સામે મળશે રક્ષણ..જાણો

‘નેચર કમ્યુનિકેશન ‘ નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, લામાના શરીરમાં એન્ટિબોડીઝ બનતી રહે છે. તે કોરોના સામે કેટલી કારગર સાબિત થાય છે તે સમજવા માટે લામાના શરીરમાં સ્પાઈક પ્રોટીન ઈન્જેક્ટ કરવામાં આવ્યા. શરીરમાં સ્પાઈક પ્રોટીનની હાજરી હોવા છતાં તેઓ બીમાર થયાં નહિ. બીમાર થવાને બદલે તેમનાં શરીરમાં વાઈરસનો સામનો કરનાર નેનોબોડીઝ બની. તે કોરોના સામે અસરકારક સાબિત થઈ. કોરોના વેક્સિન માણસોમાં આ જ પ્રકારનું કામ કરે છે. વૈજ્ઞાનિકોએ લામાના બ્લડ સેમ્પલમાંથી કોરોના સામે અસરકારક સાબિત થનાર 4 નેનોબોડીઝ અલગ કરી. કોરોના સામે કારગર સાબિત થયેલી નેનોબોડીઝ લેબમાં તૈયાર કરવામાં આવી. રિસર્ચમાં જોવા મળ્યું કે આ નેનોબોડીઝ એક ચેન બનાવી પોતાની ક્ષમતા વધારે છે અને કોરોના સંક્રમણ ફેલાવતાં રોકે છે. સંશોધકોએ ત્રીજી નેનોબોડીઝની અસર કોરોનાના આલ્ફા વેરિઅન્ટ પર તપાસી. રિપોર્ટ પ્રમાણે, આ નેનોબોડીઝે આલ્ફા વેરિઅન્ટ્સ ન્યુટ્રિલાઈઝ્ડ કર્યા. ચોથી નેનોબોડીઝ બીટા વેરિઅન્ટ સામે કારગર સાબિત થઈ. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં નેશનલ ઈન્ફેક્શન સર્વિસના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રોફેસર માઈલ્સ કેરોલનું કહેવું છે કે, આ નેનોબોડીઝ કોરોના સામે લડવામાં અસરકારક છે. તેનાં યુનિક સ્ટ્રક્ચર અને સ્ટ્રેન્થને કારણે તે કોરોના સામે લડવામાં મદદગાર સાબિત થાય છે.

રોઝાલિંડ ફ્રેંક્લિન ઈન્સ્ટિટ્યુટના સંશોધક રે ઓવેન્સ જણાવે છે કે, હ્યુમન એન્ટિબોડીઝની સરખામણીએ નેનોબોડીઝ વધારે ફાયદાકારક છે. તેને તૈયાર કરવી સરળ છે. તેને નેબ્યુલાઈઝર અથવા નેઝલ સ્પ્રેનાં માધ્યમથી દર્દીને આપી શકાય છે. આ પહેલાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓની એન્ટિબોડીઝ સંક્રમિક દર્દીને ઈન્જેક્ટ કરવામાં આવતી હતી. નેઝલ સ્પ્રેની મદદથી આ પ્રક્રિયા વધુ સરળ બનાવી શકાય છે.

હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવશે

3 9 હવે આ ઊંટમાં બનતી નેનોબોડીઝથી કોરોના સામે મળશે રક્ષણ..જાણો

સંશોધક હવે તેના હ્યુમન ટ્રાયલની તૈયારી કરી રહ્યા છે. તેના માાટે લિવરપૂલ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે મળી ફંડિંગ માટે કરાર કર્યો છે. આ ત્રણેય સંસ્થા સંયુક્ત રીતે હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. આ પહેલાં પિટ્સબર્ગ યુનિવર્સિટી અને ટેક્સાસ યુનિવર્સિટીના રિસર્ચમાં સાબિત થયું હતું કે લામાની નેનોબોડીઝ વાઈરસનું સંક્રમણ રોકવામાં અસરકારક છે.